ભાજપના સ્ટાર પ્રચારકે ભગવાન રામ અને હનુમાનજીને ચોકીદાર ગણાવ્યા
અત્યારસુધીમાં તમે ભાજપા નેતાઓ અને પીએમ મોદીને ચોકીદાર ગણાવતા સાંભળ્યા હતા.
અત્યારસુધીમાં તમે ભાજપા નેતાઓ અને પીએમ મોદીને ચોકીદાર ગણાવતા સાંભળ્યા હતા. પરંતુ હદ તો ત્યારે થઇ જયારે ભાજપના સ્ટાર પ્રચારકે ભગવાન રામ અને હુનુમાનજીને પણ આખી સભા દરમિયાન ચોકીદાર ગણાવ્યા. તેનો આ વીડિયો હાલમાં ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. ભગવાનના નામ પર ભાજપા નેતાઓ હજુ પણ વોટ માંગી રહ્યા છે.

ખરેખર ભાજપા નેતા અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર રહેલા મનોજ કશ્યપને ભાજપે લોકસભાના સ્ટાર પ્રચારક બનાવ્યા છે. મનોજ કશ્યપ જલાલાબાદ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર અરુણ સાગરના પક્ષમાં સભા કરી રહ્યા હતા, જેથી આખા વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. સભા દરમિયાન સંબોધન કરતા મનોજ કશ્યપે ભગવાન રામ અને હનુમાનને ચોકીદાર ગણાવ્યા દીધા. આપને અત્યારસુધીમાં ચોકીદાર શબ્દ પીએમ મોદી અને ભાજપના નેતાઓ માટે સાંભળ્યો હતો પરંતુ ભાજપના નેતા હવે ભગવાન રામ અને હનુમાનજીને પણ ચોકીદાર કહી રહી છે. બીજી બાજુ વિપક્ષી પાર્ટીઓ ચોકીદારને ચોર ગણાવી રહી છે.

જયારે બીજી બાજુ ભાજપના જીલ્લાધ્યક્ષ રાકેશ મિશ્રા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને કહ્યું કે તેમને વીડિયો જોયો નથી. એટલા માટે આ વિષય પર તેઓ કઈ નહીં કહી શકે. આપને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત ગણાવ્યા હતા, ત્યારપછી રાજનીતિ ગરમાઈ ચુકી હતી.












Click it and Unblock the Notifications
