Video: ભાજપ નેતાએ પોતાની પત્ની અને પૂર્વ મેયરને જાહેરમાં માર્યો તમાચો
દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના મેહરોલી એકમના અધ્યક્ષ આઝાદ સિંહ પર પોતાની પત્ની પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
દિલ્લીમાં ભારતીય જનતા પાર્ટીના મેહરોલી એકમના અધ્યક્ષ આઝાદ સિંહ પર પોતાની પત્ની પર હુમલો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માહિતી અનુસાર આઝાદ સિંહે દક્ષિણ દિલ્લીના પૂર્વ મેયર પર પ્રદેશ કાર્યાલયમાં કથિત રીતે હુમલો કરી દીધો. વાસ્તવમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે બેઠક બોલાવી હતી. બેઠક બાદ તરત જ્યારે બંને બહાર નીકળ્યા તો આઝાદ સિંહે પોતાની પત્ની તમાચો મારી દીધો. પાર્ટીના નેતાઓની માનીએ તો બંને વચ્ચે વૈવાહિક કંકાશના કારણે આ વિવાદ થયો.

સૂત્રોએ જણાવ્યુ કે જેવી બેઠક ખતમ થઈ તો બંને નેતા બહાર નીકળ્યા અને તેમની વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ ત્યારબાદ આઝાદ સિંહે પોતાની પત્ની સરિતા ચૌધરીને તમાચો ચોડી દીધો. બંને નેતાઓ વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે બંનેએ એકબીજાને છૂટાછેડાની અરજી આપી રાખી છે. માહિતી અનુસાર પ્રકાશ જાવડેકરે ચૂંટણીની તૈયારીઓના મોનિટરીંગ માટે પાર્ટી કાર્યાલયમાં બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ જ્યારે બંને નેતા બહાર નીકળ્યા તો તેમની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. પ્રકાશ જાવડેકરે કહ્યુ કે તેમને આશા નહોતી કે બંને આ રીતની લડાઈ કરશે.
ભાજપના મહાસચિવ રાજેશ ભાટિયાએ જણાવ્યુ કે પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીના નિર્દેશ બાદ આઝાદ સિંહને મહરૌલી જિલ્લા અધ્યક્ષના પદેથી હટાવી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે. જે એ વાતની તપાસ કરશે કે બંને વચ્ચે શું વિવાદ થયો. ઘટનાના એક સાક્ષીએ જણાવ્યુ કે જ્યારે આ ઝઘડો થયો તો પ્રકાશ જાવડેકર ત્યાં હાજર હતા. વળી, સરિતા સિંહનુ કહેવુ છે કે આઝાદે તેમને કંઈક અપશબ્દો કહ્યા અને તેમની પર હુમલો કરી દીધો. વળી, દિલ્લી પોલિસનુ કહેવુ છે કે અમને હજુ સુધી કોઈથી ફરિયાદ મળી નથી. ફરિયાદ મળવા પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
Delhi BJP leader Azad Singh slapped his wife in front of state party office. @BJP4Delhi @BJP4India pic.twitter.com/SsF566Gm48
— Anish Singh (@anishsingh21) 19 September 2019












Click it and Unblock the Notifications
