For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક વિધાનસભામાં પોર્ન જોતા પકડાયેલ બંને નેતા મંત્રી બન્યા

કર્ણાટક વિધાનસભામાં પોર્ન જોતા પકડાયેલ બંને નેતા મંત્રી બન્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મંગળવારે કર્ણાટકની યેદિયુરપ્પા સરકારના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. જેમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ 17 નવા મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. આમાં બે નામ એવાં સામેલ છે જેમને લઈ પહેલેથી જ વિવાદ જન્મ્યો હતો. આ નામ છે લક્ષ્મણ સાવદી અને સીસી પાટિલ. આ બંને નેતાઓ 2012માં ભાજપ સરકારમાં મંત્રી હતા, પરંતુ વિધાનસભામાં પોર્ન વીડિયો જોતા પકડાયા બાદ બંનેએ રાજીનામું આપવું પડ્યું હતું.

યેદિયુરપ્પાએ ગવર્નરને ભલામણ મોકલી હતી

યેદિયુરપ્પાએ ગવર્નરને ભલામણ મોકલી હતી

કર્ણાટકના મુખ્યમંત્રી પોતાની સરકાર બન્યાના 20 દિવસ બાદ પોતાના પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ માટે રાજ્યપાલ વજુભાઈ વાળાને 17 લોકોની યાદી સોંપી હતી. ગવર્નર પાસે આમને મંત્રી બનાવવાની ભલામણ પહેલા યેદિયુરપ્પાની આ યાદી પર દિલ્હીમાં પાર્ટી નેતૃત્વની સમહતિ લેવામાં આવી હતી. જેમાં ત્રીજા નંબર પર લક્ષ્મણ સંગપ્પા સાવદી અને ચૌદમા નંબરે ચંદ્રકાંતાગૌડા ચનપ્પાગૌડા પાટિલનું નામ જોવા મળી શકે છે, જેઓ વિધાનસભામાં પોર્ન વીડિયો જોતાં રંગે હાથે પકડાયા હતા.

વિધાનસભામાં પોર્ન જોવાનો આોપ લાગ્યો હતો

વિધાનસભામાં પોર્ન જોવાનો આોપ લાગ્યો હતો

અગાઉ ફેબ્રુઆરી 2012માં લક્ષ્મણ સંગપ્પા સાવદી અને ચંદ્રકાંતાગૌડા ચનપ્પાગૌડા પાટિલ સહિત કુલ ત્રણ મંત્રીઓ ચર્ચામાં આવ્યા હતા જ્યારે પોર્ન ક્લિપ જોતો વીડિયો વાયરલ થયો હતો. જાણકારી મુજબ સદનની કાર્યવાહી ચાલુ હતી અને ત્રણેય પોતાની સીટ પર આરામથી પોર્ન વીડિયો જોવામાં મશગૂલ હતા. આ ઘટનાને કારણે એ સમયે ભાજપની ભારે ઠેકડી ઉડી હતી.

રાજીનામું આપવું પડ્યું હતું

રાજીનામું આપવું પડ્યું હતું

તે સમયે પોર્ન જોવાનો મામલાએ એટલો ગરમાવો પકડી લીધો હતો કે ત્રણેય મંત્રીઓએ પોતાના રાજીનામાં આપી દેવાં પડ્યાં હતાં. ત્યારે લક્ષ્મણ સંગપ્પા સાવદી કર્ણાટક સરકારમાં કોર્પોરેશન મંત્રી હતા. જ્યારે, સીસી પાટિલની પાસે મહિલા અને બાળ કલ્યાણ જેવાં વિભાગ હતાં.

<strong>ચિદમ્બરમ પર લટકી ધરપકડની તલવાર, કોર્ટમાં હવે શુક્રવારે થશે સુનાવણી </strong>ચિદમ્બરમ પર લટકી ધરપકડની તલવાર, કોર્ટમાં હવે શુક્રવારે થશે સુનાવણી

હજુ 17 નેતાઓને મંત્રી બનાવી શકાય

હજુ 17 નેતાઓને મંત્રી બનાવી શકાય

કર્ણાટકમાં સાવદી અને પાટિલ સહિત જે 17 લોકોએ મંત્રી પદના શપથ લીધા છે તેમાં જગદીશ શેટ્ટાર, કેએસ ઈશ્વરપ્પા, આર અશોક, શ્રીનિવાસ પુજારી, એચ નાગેશ, ગોવિંદ એમ કરકજોલ, અશ્વત્થ નારાયણ સીએન, બી શ્રીરામુલુ, એસ સુરેશ કુમાર, વી સોમન્ના, સીટી રવિ, બાસવારાજ બોમ્મઈ, જેસી મધુ સ્વામી, પ્રભુ ચૌહાણ, શશિખલા અને જોલે અન્નાસાહેબ સામેલ છે. આ મંત્રીઓમાં શશિકલા એક માત્ર મહિલા છે. જણાવી દઈએ કે કર્ણાટકમાં મહત્તમ મંત્રીઓની સંખ્યા 34 હોય શકે છે, એટલે કે હજુ 17 અન્ય લોકોને મંત્રી બનાવવાની ગુંજાઈશ બચી છે. આ સમગ્ર યાદીને જોયા બાદ લાગે છે કે યેદિયુરપ્પાએ પોતાના કેબિનેટમાં લિંગાયત સમુદાયને પ્રમુખતાથી જગ્યા આપી છે. આવું એટલા માટે કેમ કે કર્ણાટકમાં લિંગાયત સમુદાયને ભાજપના મુખ્ય મતદાતા માનવામાં આવે છે. રાજ્યમાં કુલ 39 લિંગાયત ધારાસભ્યો છે, ખુદ મુખ્યમંત્રી પણ આ સમુદાયથી આવે છે.

English summary
bjp leader who caught watching porn in assembly became minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X