સ્કર્ટના કારણે છોકરીઓ જાતીય સતામણી નો શિકાર બને છે: ભાજપ નેતા

રાજસ્થાન વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય બનવારીલાલ સિંહે કહ્યું કે રાજ્યમાં જાતીય સતામણીની વધતી જતી ઘટનાઓને રોકવા માટે છોકરીઓને સ્કર્ટ પહેરતી અટકાવવી જોઇએ. પ્રદેશના મુખ્ય સચિવને લખેલા એક પત્રમાં ધારાસભ્યએ કહ્યું છે કે રાજ્યની ઘણી પ્રાઇવેટ સ્કૂલોએ સ્કર્ટને છોકરીઓનો ગણવેશ બનાવી દિધો છે. જેના કારણે છોકરીને અભદ્ર કોમેન્ટસ સાંભળવી પડે છે. તેમને કહ્યું હતું કે સરકાર છોકરીઓને જાતીય સતામણીના ભોગથી બચાવવા માટે ખાનગી સ્કૂલોને આમ કરતાં રોકે. તેમને કહ્યું હતું કે સ્કર્ટના બદલે ટ્રાઉજર્સ અને શર્ટસ અથવા સલવાર સૂટને યૂનિફોર્મ બનાવવો જોઇએ.
અલવરથી ભાજપના ધારાસભ્ય બનવારીલાલ સિંહે કહ્યું હતું કે મતવિસ્તાર અલવરમાં પણ છોકરીઓને આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમને પત્રમાં લખ્યું છે કે છોકરીઓ સ્કૂલથી આવતાં-જતાં અથવા બસ સ્ટેશન પર બસની રાહ જોતી વખતે આવી અભદ્ર કોમેન્ટ સહન કરે છે. તેમને કહ્યું હતું કે સમાજમાં મહિલાઓ વિરૂદ્ધ વધતા જતા અપરાધને જોતાં આના પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવો જોઇએ.












Click it and Unblock the Notifications
