નમો..નમો... મોદીની ખુરશી માટે લાગી 1.25 લાખની બોલી
આગ્રા, 27 નવેમ્બર: આગ્રા રેલીમાં નરેન્દ્ર મોદી જે ખુરશી પર બેઠા હતા તે હૉટ સીટ બની ગઇ છે. 21 નવેમ્બરના રોજ કોઠી મીના બજાર મેદાનની વિજય શંખનાદ રેલીમાં ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ ખુરશી પર બેઠા હતા, હવે પાર્ટીના નેતાઓમાં આ ખુર્શીને ખરીદવાની લાઇન લાગી ગઇ છે. અહીં સુધી કે આગ્રાના સાંસદ રામ શંકર કઠેરિયા, વિધાયક જગન ગર્ગ અને વિધાયક યોગેન્દ્ર ઉપાધ્યાય આ ખુરશીની બોલી લગાવી રહ્યા છે.
મંગળવારે ખુરશીની બોલી અઢી લાખ સુધી પહોંચી ચૂકી છે. ખુરશી લેવા માટે એક સામાન્ય વ્યક્તિએ પચાસ હજાર રૂપિયાની રજૂઆત ટેન્ટ હાઉસના માલિકને કરી હતી. નરેન્દ્ર મોદીને લઇને આગ્રા ભાજપમમાં એક અનેરો ઉત્સાહ છે અને સ્થાનીય નેતા કોઇ પણ કિંમત પર ખુરશી ખરીદીને ઘરની શોભામાં વધારો કરવા ઇચ્છી રહ્યા છે.

ટેન્ટ હાઉસના માલિક પ્રમોદ ગુપ્તાએ જણાવ્યું કે સોમવારે બે વિધાયક યોંગેન્દ્ર ઉપાધ્યાય અને જગનનો ફોન આવ્યો. ત્યારબાદ સાંસદનો ફોન આવ્યો. આજે સવારે યોગેન્દ્ર ઉપાધ્યાયનો ફરીથી ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે મારી પાસે એક વ્યક્તિ હજી છે, તે ઉદ્યોગપતિ છે અને પાર્ટી સાથે ઘરોબો ધરાવે છે. તેઓ બે લાખ રૂપિયા આપી રહ્યા છે ખુરશી આપી દો. ગુપ્તા જણાવે છે કે એના પર તેમણે જવાબ આપ્યો કે અમૂલ્ય વસ્તુ છે માટે ખુરશી મારી પાસે ધરોહર સ્વરૂપે રહેશે.












Click it and Unblock the Notifications
