હિમાચલમાં બીજેપી સત્તા ગુમાવી રહી છે? જાણો લેટેસ્ટ ઓપિનિયન પોલ!
હાલ દેશમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઈને રાજનીતિ તેજ છે. ગુજરાતમાં હજુ ચૂંટણીને સમય છે તો બીજી તરફ હિમાલચ પ્રદેશમાં 12 તારીખની મતદાન શરૂ થશે.
હાલ દેશમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીને લઈને રાજનીતિ તેજ છે. ગુજરાતમાં હજુ ચૂંટણીને સમય છે તો બીજી તરફ હિમાલચ પ્રદેશમાં 12 તારીખની મતદાન શરૂ થશે. મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હિમાચલમાંથી ઓપિનિયન પોલના ચૌકાવનારા આંકડા સામે આવ્યા છે.

વોટીંગને માત્ર બે દિવસ બાકી છે ત્યારે હિમાચલ પ્રદેશને લઈને એબીસી-સી વોટરનો લેટેસ્ટ સર્વે સામે આવ્યો છે. આ સર્વેના અનુમાન મુજબ, છેલ્લે છેલ્લે મામલો 50-50 થઈ ગયો છે અને ભાજપ અને કોંગ્રેસ બંને મોટી ટક્કર જોવા મળી રહી છે. આ સર્વેના આંકડા બીજેપીની ઉંઘ ઉડાડી શકે છે.
લેટેસ્ટ એબીપી-સી વોટર ઓપિનિયન પોલના આંકડા પર નજર કરીએ તો, હિમાચલમાં ભાજપને 31-39 બેઠકો મળવાનું અનુમાન છે. બીજી તરફ આ અંતિમ ઓપિનિયન પોલમાં કોંગ્રેસના ખાતામાં 29-37 બેઠકો જતી જોવા મળી રહી છે. આ સિવાય આપને 0-1 સીટ અને અન્યને 0-3 સીટ મળતી જોવા મળી રહી છે.
આ આંકડાઓને સમજીએ તો ભાજપ માટે હવે પછીનો રસ્તો આસાન નથી. ભલે તે આ વખતે હિમાચલનો ચૂંટણી ઈતિહાસ બદલવાનો દાવો કરી રહ્યુ હોય. હવે લટાઈ બરાબરની થઈ ગઈ છે. ફાઇનલ ઓપિનિયન પોલના આંકડા આ વાતને ટેકો આપે છે.
આ સિવાય વોટની ટકાવારીની વાત કરીએ તો, 48 ટકા લોકોએ કહ્યું છે કે તે વર્તમાન સરકારથી નારાજ છે અને તેને બદલવા માંગે છે. જો કે 29 ટકા લોકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ વર્તમાન સરકારને ન બદલવા તૈયાર નથી. આ સિવાય 23 ટકા લોકો એવા છે, જે વર્તમાન સરકારથી નારાજ નથી અને તેને બદલવા માંગતા નથી.












Click it and Unblock the Notifications
