ભાજપ રામ મંદિર પર બૉમ્બ ફેંકે અને દોષ મુસલમાનો પર નાખે તેવી સંભાવના - કોંગ્રેસ MLAના નિવેદન પર વિવાદ
Karnataka Congress MLA BR Patil: કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બીઆર પાટીલે ભારતીય જનતા પાર્ટીની ટીકા કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યું કે એવી સંભાવના છે કે ભગવો પક્ષ આગામી લોકસભા ચૂંટણીમાં હિંદુ મતોને એકત્ર કરવા માટે "રામ મંદિર પર બૉમ્બમારો કરી શકે છે અને તેનો આરોપ મુસ્લિમ સમુદાય પર લગાવી શકે છે.''
કર્ણાટક ભાજપે X (અગાઉ ટ્વિટર) પર કોંગ્રેસના ધારાસભ્ય બીઆર પાટીલનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ભાજપ પર આ આરોપો લગાવતા જોવા મળે છે.

બીઆર પાટીલને વીડિયોમાં કહેતા સાંભળી શકાય છે કે, "મોદી તેમની આગામી લોકસભાની ચૂંટણી જીતવા માટે, એવી સંભાવના છે કે તેઓ (ભાજપ) રામ મંદિર પર બૉમ્બ ફેંકશે અને તેનો આરોપ મુસ્લિમો પર નાખશે. તેઓ હિન્દુઓને એક કરવા માટે આવું કરશે.''
જો કે હાલ એ સ્પષ્ટ નથી થયું કે કોંગ્રેસના નેતા બીઆર પાટીલે આ ટિપ્પણી ક્યારે કરી છે. પાટીલની ટિપ્પણી પર ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને પાર્ટી પર હિન્દુ-મુસ્લિમ તણાવને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો.
ભાજપે એકમાં લખ્યું છે કોંગ્રેસે પહેલેથી જ રામ મંદિરને અસ્થિર કરવાનો પ્રયાસ કરીને અને હિંદુ-મુસ્લિમ તણાવને ભડકાવીને સરકાર પર દોષનો ટોપલો ઢોળવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીના મંત્રી બીઆર પાટીલે ભૂલથી આનો ઉલ્લેખ કરી દીધો. તમને જણાવી દઈએ કે કર્ણાટકમાં લોકસભાની કુલ 28 સીટો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 28માંથી 25 બેઠકો જીતી હતી.












Click it and Unblock the Notifications
