નરેન્દ્ર મોદીની જીતને સોનિયા રોકી શકશે નહી: સર્વે
નવી દિલ્હી, 7 ઑક્ટોબર: પ્રસિદ્ધ સેફોલોજિસ્ટ જીવીએલ નરસિંહા રાવની સર્વે લેંસ ઓનન્યુઝ દ્રારા ગુજરાત વિધાનસભાનો પ્રી-પોલ સર્વે કરાવવામાં આવ્યો છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની શાનદાર જીત થશે. ભાજપને આ વખતે 50 ટકાથી વધુ વોટ મળશે અને 133 સીટો પર પાર્ટીનો વિજય થશે. વિધાનસભાની 182 સીટો માટે ચૂંટણી યોજાશે. એજન્સીએ 2 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાત વિધાનસભાના 52 મતદાન ક્ષેત્રોમાં આ સર્વે કર્યો હતો.
સર્વેમાં જાણવા મળ્યું છે કે આ વખતે ભાજપને કેટલીક સીટોમાં વધારો થઇ શકે છે, જ્યારે વર્ષ 2007ની તુલનામાં કોંગ્રેસને આ વર્ષે નુકશાન વેઠવું પડશે. કોંગ્રેસ પાર્ટીને 16 સીટોનું નુકશાન થઇ શકે છે.

યૂપીએ સરકારની ભષ્ટ્ર છબિ, વધતી જતી મોંધવારી અને મોદી દ્રારા સતત ગુજરાતની પ્રજાના સંપર્કમાં રહેવું જેથી નરેન્દ્ર મોદી ગુજરાતના હિરો બની ગયા છે. બીજી તરફ કોંગ્રેસ તરફથી કોઇ એવો નેતા નથી કે હજુ સુધી સામે આવ્યો હોય જેની તુલના મોદી સાથે કરવામાં આવે.
ગુજરાતના ગ્રામીણ વિસ્તારોની તુલનામાં શહેરી વિસ્તારોમાં ભાજપની સ્થિતી ખૂબ જ મજબૂત છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 5 વર્ષોમાં શહેરી વિસ્તાર વધ્યો છે, જેનો ફાયદો ભાજપને મળશે અને આ રીતે તેની સીટોમાં વધારો થઇ શકે છે.
સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે મોદીના પ્રખર વિરોધી અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના વિદ્રોહથી મોદીને કોઇ ફરક પડશે નહી. હાં, કેશુભાઇની પાર્ટી મોદીના ભાગના કેટલા વોટ તેના ખાતામાં ઉમેરી શકે છે.
સર્વે મુજબ નવાસીમાંકનથી શહેરી સીટોમાં થયેલા વધારાનો ફાયદો નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપને મળશે. કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા એ છે કે મોદીના કદનો કોઇ નેતા તેમની પાસે નથી.












Click it and Unblock the Notifications
