For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ફૂર્તિલા મંત્રી, 8 કલાકમાં 2551 યોજનાઓનો શિલાન્યાસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ભોપાલ, 20 સપ્ટેમ્બર: મધ્યપ્રદેશમાં ચૂંટણી દરવાજે ઉભી છે. ચુંટણી માથા પર હોય તો રાજકીય ગરમાઓ તેજ બની જાય તે વાજબી છે. વિધાનસભા ચૂંટણીનો સળવળાટ તેજ થતાં જ મંત્રીઓ અને નેતાઓ સ્ફૂર્તિ બતાવવા લાગ્યા છે. નેતા અને મંત્રી પોતાના ચૂંટણી વાયદાઓને પુરા કરવા માટે જોરશોરથી જોડાઇ ગયા છે. નેતા અને મંત્રી વિજળીની તેજી સાથે પોતાના ક્ષેત્રોનો પ્રવાસ રદ કરી દિધો છે.

લોકોને ખુશ કરવા માટે તેમના વોટ પોતાના પક્ષમાં કરવા માટે નેતા લોભામણા વાયદા કરી રહ્યાં છે. નવી-નવી યોજનાઓનો શિલાન્યાસ કરી રહ્યાં છે. તેનો જોરદાર નમૂનો મધ્યપ્રદેશમાં જોવા મળ્યો છે. મધ્યપ્રદેશના ગ્રામીણ વિકાસ મંત્રી ગોપાલ ભાર્ગવે ચૂંટણી આચાર સંહિતા લાગૂ થતાં પહેલાં ઉતાવળ-ઉતાવળમાં ફક્ત 8 કલાકમાં જ પોતાની 25,51 પરિયોજનાઓનો શિલાન્યાસ કરી દિધો છે. વિધાનસભાની ચૂંટણીને લઇને ઉતાવળીયા નેતાએ સ્ફૂર્તિ બતાવી અને એક જ શ્વાસે 8 કલાકમાં 2551 યોજનાઓ અને પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી દિધો.

gopal-bhargava-600

મંત્રીના આ કારનામાની દરેક જગ્યાએ ચર્ચાઓ થઇ રહી છે. જો કે એક સાથે થોડા કલાકોમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાઓમાંથી ઘણા પ્રોજેક્ટસને શરૂ થતાં પહેલાં જ દમ તોડી દિધો છે, પરંતુ ગોપાલ ભાર્ગવની આ તિકડમે તેમના નામ પર એક નવો રેકોર્ડ બનાવી દિધો છે. મધ્ય પ્રદેશના ગ્રામીણ વિકાસ અને સામાજિક ન્યાય મંત્રી ગોપાલ ભાર્ગવે આ 2551 યોજનાઓના શિલાન્યાસ કરવા માટે પોતાનો વધુ પરસેવો વહાવ્યો નથી. પરંતુ એક સાથે સાગર જિલ્લાના રહેલીમાં એક જ સ્ટેડિયમમાં 2,551 પ્રોજેક્ટ્સ માટે શિલાપટ્ટ બનાવ્યો અને બધાનો શિલાન્યાસ કરી દિધો.

ખાસ વાત એ છે કે મંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલી આ 2551 યોજનાઓ પર 325 કરોડ રૂપિયા ખર્ચ થવાના છે, પરંતુ તેની શરૂઆત કરવા માટે તેમને દરેક પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ માટે ફક્ત 11 સેકન્ડ આપી હતી. આ 11 સેકન્ડમાં પ્રોજેક્ટની રિબીન કાપવામાં આવી અને મંત્ર પણ વાંચવામાં આવ્યા. લગભગ 90 ગ્રામ પંચાયતોના પ્રતિનિધિઓની હાજરીમાં મંત્રીજીએ આ યોજનાઓનો શિલાન્યાસ કર્યો. એકસાથે 2551 પ્રોજેક્ટ્સના શિલાન્યાસ પર તર્ક આપતાં મંત્રીજીએ કહ્યું હતું કે આમ કરવાથી ફક્ત ના તો સમય બચે છે પરંતુ લાખો રૂપિયા પણ વાંચે છે. જો મંત્રીજી એક-એક પ્રોજેક્ટ માટે અલગ-અલગ જગ્યાએ જઇને શિલાપૂજન કરતા તો તેમાં મહિનાઓ લાગી જતા અને લાખો રૂપિયા ખર્ચ પણ થાય છે.

English summary
In a tearing hurry to beat the deadline before the code comes into force in the Madhya Pradesh,the minister for social justice and rural development minister Gopal Bhargava laid the foundation for 2,551 projects in just eight hours,without breaking a sweat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X