For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘દેશમાં અસલી રાવણ નથી રહ્યો તો ચંદ્રશેખર 'રાવણ' શું ટકશે?': ભાજપ ધારાસભ્ય

યુપીના બલિયા જિલ્લાની બેરિયા બેઠકના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે ચંદ્રશેખર પર હુમલો કરતા એક મોટુ નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રાસુકા હટાવાયા બાદ જેલમાંથી મુક્ત થયેલ ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર ઉર્ફે રાવણે કહ્યુ છે કે તેમનુ લક્ષ્ય હવે 2019 માં ભાજપને સત્તામાંથી ઉખાડી ફેંકવાનું છે. રાવણે આરોપ લગાવ્યો છે કે ભાજપે તેમની મુક્તિ એક ષડયંત્ર હેઠળ કરી છે અને 10 દિવસોની અંદર તેમને કોઈને કોઈ કેસમાં ફસાવી ફરીથી જેલમાં નાખી દેશે. આ દરમિયાન યુપીના બલિયા જિલ્લાની બેરિયા બેઠકના ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે ચંદ્રશેખર પર હુમલો કરતા એક મોટુ નિવેદન આપ્યુ છે.

‘જલ્દી થશે ચંદ્રશેખર રાવણનો રાજકીય વધ'

‘જલ્દી થશે ચંદ્રશેખર રાવણનો રાજકીય વધ'

ભાજપ ધારાસભ્ય સુરેન્દ્ર સિંહે ચંદ્રશેખરની મુક્તિ પર કહ્યુ, ‘જ્યારે તે રાવણ જેવો રાવણ આ દેશમાં ચાલી ના શક્યો તો આ ચંદ્રશેખરવાળો રાવણ પણ કેવી રીતે રહેશે. આ દેશમાં અસલી રાવણ નથી રહ્યો તો આ તો માત્ર નામનો રાવણ છે. આમણે તો માત્ર ઉપનામ તરીકે રાવણ નામ રાખ્યુ છે. તેમનો રાજકીય વધુ બહુ જલ્દી કરવામાં આવશે. સીએમ યોગીએ તેમને 15 મહિનાની જેલમાં નાખીને દંડ કર્યો છે. 2019 માં તેમનોરાજકીય વધ થશે.'

આ પણ વાંચોઃચંદ્રશેખર કેવી રીતે બન્યો ભીમ આર્મીનો ‘રાવણ', જાણો દલિત નેતા બનવાની કહાનીઆ પણ વાંચોઃચંદ્રશેખર કેવી રીતે બન્યો ભીમ આર્મીનો ‘રાવણ', જાણો દલિત નેતા બનવાની કહાની

‘ભગવાન રામ પણ આવી જશે તો રેપ નહિ રોકાય'

‘ભગવાન રામ પણ આવી જશે તો રેપ નહિ રોકાય'

તમને જણાવી દઈએ કે સુરેન્દ્ર સિંહ આની પહેલા પણ ઘણી વાર વિવાદિત નિવેદન આપીની ચર્ચામાં રહી ચૂક્યા છે. હાલમાં જ બાગપત જેલમાં પૂર્વાંચલના કુખ્યાત ડૉન પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની હત્યા પર સુરેન્દ્ર સિંહે કહ્યુ હતુ કે ન્યાય વ્યવસ્થાએ મોડુ કર્યુ પરંતુ ઈશ્વરી શક્તિએ મુન્ના બજરંગીને મારવા માટે કોઈને પ્રેરિત કર્યા. તેમણે કહ્યુ હતુ કે મુન્ના બજરંગી માર્યો ગયો તેને ઈશ્વરી વ્યવસ્થા જ માનીએ. આ પહેલા સુરેન્દ્ર સિંહે યુપીમાં રેપની ઘટનાઓ પર કહ્યુ હતુ કે ભગવાન રામ પણ આવી જશે તો રેપની ઘટનાઓ પર નિયંત્રણ સંભવ નથી.

મોડી રાતે જેલમાંથી મુક્ત થયા ચંદ્રશેખર

મોડી રાતે જેલમાંથી મુક્ત થયા ચંદ્રશેખર

ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર ઉર્ફે રાવણને ગુરુવારે મોડી રાતે જેલમાંથી મુક્ત કરવામાં આવેયો હતો. મે 2017 માં સહારનપુરના શબ્બીરપુરમાં થયેલી જાતીય હિંસા બાદ રામપુરમાં દલિતોની મહાપંચાયતમાં હોબાળા દરમિયાન ચંદ્રશેખરની ધરપકડ કરવામાં આવી હતી. તેમની ઉપર રાસુકા હેઠળ કેસ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની મુક્તિ માટે ભીમ આર્મીના સભ્યોએ દિલ્લીના જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. પશ્ચિમી યુપીના ઘણા જિલ્લાઓમાં ભીમ આર્મીનો પ્રભાવ છે. માનવામાં આવી રહ્યુ છે કે દલિતોની નારાજગીથી બચવા માટે ચંદ્રશેખર ઉપરથી રાસુકા હટાવીને તેમને મુક્ત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃભીમ આર્મીના ચીફ રાવણને કરાયો મુક્ત, કહ્યુઃ ‘ભાજપને હરાવીશુ'આ પણ વાંચોઃભીમ આર્મીના ચીફ રાવણને કરાયો મુક્ત, કહ્યુઃ ‘ભાજપને હરાવીશુ'

English summary
BJP MLA Surendra Singh Controversial Remarks on Chandrashekhar Alias Ravan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X