For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર પટેલની મદદથી પછાતવર્ગને મોદી સાથે જોડવા ભાજપની યોજના

|
Google Oneindia Gujarati News

લખનૌ, 7 નવેમ્બર : ગુજરાતના અગ્રણી નેતા અને અખંડ ભારતના રચઇતા સરદાર વલ્લભભાઇ પટેલની અભૂતપૂર્વ મૂર્તિને આગળ કરની ભાજપ ઉત્તર પ્રદેશના પછાત વર્ગને નરેન્દ્ર મોદી સાથેની યોજનાના અમલમાં ખંતપૂર્વક લાગી ગઇ છે. આ માટે ભાજપ ઉત્તર પ્રદેશના 50,000 ગામોમાંથી લોખંડ એકત્ર કરીને ગુજરાત મોકલવાનું આયોજન કરી રહી છે.

ઉત્તર પ્રદેશમાં આ કાર્યક્રમના સંયોજન અને પ્રદેશ ભાજપના અગ્રણી નેતા ઓમપ્રકાશ સિંહને માથે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. પછાતોને નરેન્દ્ર મોદી સાથે જોડવાના આ ગુપ્ત અભિયાન અંગે જણાવતા ઓમપ્રકાશ સિંહે જણાવ્યું કે ગુજરાતમાં બનાવવામાં આવનારી સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા માટે લોખંડ એકત્ર કરવાનું અભિયાન ઉત્તર પ્રદેશમાં બે ભાગમાં ચલાવવામાં આવશે.

narendra-modi-sardar-patel

ઓમપ્રકાશ સિંહે જણાવ્યું કે 31 ઓક્ટોબરથી 15 ડિસેમ્બર વચ્ચે ગામડાંની સમિતીઓની રચના કરવામાં આવશે. ત્યાર બાદ 16 ડિસેમ્બરથી 28 ફેબ્રુઆરી વચ્ચે પ્રચાર અભિયાન ચલાવીને શાળાના બાળકો લઇને મતદાતાઓ સુધી સરદાર પટેલની મૂર્તિ બનાવવા માટે નરેન્દ્ર મોદીના પ્રયત્નોની માહિતી પહોંચાડવામાં આવશે.

મહત્વની બાબત એ છે કે ફેબ્રુઆરી સુધીમાં લોકસભા ચૂંટણી 2014નો માહોલ પણ બરાબર જામ્યો હશે. ત્યારે જ ભાજપ નરેન્દ્ર મોદી અને સરદાર પટેલના ફોટો સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પહોંચશે. જેની મદદથી તેઓ પછાત વર્ગોને મોદી સાથે જોડીને તેમના મત ભાજપને મળે તેવા પ્રયાસો કરશે.

ભાજપ આ અભિયાન અંતર્ગત મહત્તમ રીતે બિન રાજકીય લોકોને જોડવા માંગે છે. વળી આ અભિયાનના પ્રચાર માટે પાર્ટીના બેનરનો ઉપયોગ કરવામાં આવશે નહીં. જેથી ચૂંટણી દરમિયાન પણ પ્રચારમાં કોઇ વિઘ્ન નડશે નહીં. આ સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ અમદાવાદથી કરવામાં આવશે. આ સાથે દરેક ગામોના પ્રધાનોના હસ્તાક્ષરયુક્ત ફોટો પણ લેવામાં આવશે. આ સામગ્રી અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક ભવન ખાતે લાવવામાં આવશે. નરેન્દ્ર મોદી દરેક પ્રધાનોને અંગત પત્રો પણ મોકલશે. આ સંદર્ભમાં વધુ માહિતી મેળવવા માંગતા લોકો માટે 18002333110 ટોલ ફ્રી નંબર એક્ટિવ કરવામાં આવ્યો છે.

English summary
BJP plan to connect backward class to Modi with help of Sardar Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X