For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે બે સુપરસ્ટારે વિતાવી હળવાશની 40 મીનિટ

|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 14 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ચેન્નાઇમાં રેલીને સંબોધિત કર્યા બાદ તમિળના સુપરસ્ટાર રજનીકાંતની તેમના ઘરે જઇને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મોદીએ રજનીકાંત સહિત સમસ્ત તમિળ ભારતીયોને ન્યુ તમિળ યર 2014ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

એવી ધારણા બાંધવામાં આવી રહી હતી કે નરેન્દ્ર મોદી, રજનીકાંતને મળીને તેમની સામે ભાજપમાં સામેલ થવાનો પ્રસ્તાવ મુકશે, પરંતુ તેવું કઇ જોવા મળ્યું નહીં. રવિવારે ચેન્નાઇમાં આયોજિત રેલીને સંબોધિત કર્યા બાદ મોદીનો કાફલો સીધો રજનીકાંતના નિવાસસ્થાને પહોંચ્યા. જ્યાં થોડોક સમય ઔપચારિકતાનો સિલસિલો ચાલ્યો, પરંતુ ત્યારબાદ બન્નેએ એકબીજાને ગળે લગાવીને તમિળ ન્યુ યરની શુભેચ્છા પાઠવી. મુલાકાત પૂર્ણ થયા બાદ મોદીએ મીડિયા કર્મીઓને સંબોધિત કરતા કહ્યું કે, આ કોઇ ચૂંટણી અથવા રાજકીય મુલાકાત નહોતી.

એ કહેવું અતિશ્યોક્તિભર્યુ નહીં હોય કે રજનીકાંત દક્ષિણ ભારતમાં એક આદર્શ પુરુષના રૂપમાં પૂજવામાં આવે છે. બસ કન્ડેક્ટરના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા રજનીકાંત તમિળ ફિલ્મોના બાદશાહ બની ગયા છે. રજનીની સ્ટાઇલ અને તેમના સારા વ્યક્તિત્વના કારણે અહીના લાખો લોકો તેમને પોતાના આદર્શ માને છે. એવું બની શકે છેકે લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપ રજનીકાંતને પોતાની પાર્ટીમાં સામેલ કરીને એક નવો ઇતિહાસ રચી દે. જોકે અત્યારસુધી દ્રમુક, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ એ પ્રયત્ન કરી ચૂકી છે, પરંતુ રજનીકાંત વર્ષો પહેલાં જ રાજકારણમાં નહીં આવવાનું જણાવી ચૂક્યા છે.

નરેન્દ્ર મોદી સાથે રજનીકાંત

નરેન્દ્ર મોદી સાથે રજનીકાંત

ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ચેન્નાઇમાં રેલીને સંબોધિત કર્યા બાદ તમિળના સુપરસ્ટાર રજનીકાંતની તેમના ઘરે જઇને મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન મોદીએ રજનીકાંત સહિત સમસ્ત તમિળ ભારતીયોને ન્યુ તમિળ યર 2014ની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

રેલીને સંબોધિત કર્યા બાદ મોદીએ કરી મુલાકાત

રેલીને સંબોધિત કર્યા બાદ મોદીએ કરી મુલાકાત

એવી ધારણા બાંધવામાં આવી રહી હતી કે નરેન્દ્ર મોદી, રજનીકાંતને મળીને તેમની સામે ભાજપમાં સામેલ થવાનો પ્રસ્તાવ મુકશે, પરંતુ તેવું કઇ જોવા મળ્યું નહીં. રવિવારે ચેન્નાઇમાં આયોજિત રેલીને સંબોધિત કર્યા બાદ મોદીનો કાફલો સીધો રજનીકાંતના નિવાસસ્થાને પહોંચ્યા.

આ કોઇ ચૂંટણી અથવા રાજકીય મુલાકાત નહોતી

આ કોઇ ચૂંટણી અથવા રાજકીય મુલાકાત નહોતી

થોડોક સમય ઔપચારિકતાનો સિલસિલો ચાલ્યો, પરંતુ ત્યારબાદ બન્નેએ એકબીજાને ગળે લગાવીને તમિળ ન્યુ યરની શુભેચ્છા પાઠવી. મુલાકાત પૂર્ણ થયા બાદ મોદીએ મીડિયા કર્મીઓને સંબોધિત કરતા કહ્યું કે, આ કોઇ ચૂંટણી અથવા રાજકીય મુલાકાત નહોતી.

રજનીકાંત લાખો લોકોના આદર્શ

રજનીકાંત લાખો લોકોના આદર્શ

એ કહેવું અતિશ્યોક્તિભર્યુ નહીં હોય કે રજનીકાંત દક્ષિણ ભારતમાં એક આદર્શ પુરુષના રૂપમાં પૂજવામાં આવે છે. બસ કન્ડેક્ટરના રૂપમાં પોતાની કારકિર્દી શરૂ કરનારા રજનીકાંત તમિળ ફિલ્મોના બાદશાહ બની ગયા છે. રજનીની સ્ટાઇલ અને તેમના સારા વ્યક્તિત્વના કારણે અહીના લાખો લોકો તેમને પોતાના આદર્શ માને છે.

ભાજપ એક નવો ઇતિહાસ રચી દે

ભાજપ એક નવો ઇતિહાસ રચી દે

એવું બની શકે છેકે લોકસભા ચૂંટણી 2014 માટે ભાજપ રજનીકાંતને પોતાની પાર્ટીમાં સામેલ કરીને એક નવો ઇતિહાસ રચી દે. જોકે અત્યારસુધી દ્રમુક, કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ એ પ્રયત્ન કરી ચૂકી છે, પરંતુ રજનીકાંત વર્ષો પહેલાં જ રાજકારણમાં નહીં આવવાનું જણાવી ચૂક્યા છે.

English summary
BJP prime ministerial candidate Narendra Modi meets Tamil superstar Rajinikanth in Chennai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X