For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહ અને યોગી પ્રયાગરાજ પહોંચ્યા, સંગમમાં સ્નાન કર્યું

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે પ્રયાગરાજ પહોંચ્યા.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે પ્રયાગરાજ પહોંચ્યા. આ દરમિયાન તેમને સંગમમાં સાધુ-સંતો સાથે સ્નાન પણ કર્યું. આપણે જણાવી દઈએ કે અમિત શાહ અહીં સાધુ-સંતોને આવનારી લોકસભા ચૂંટણીમાં પોતાની તરફ લાવવા માટે પહોંચ્યા છે. ઘણા અખાડાઓમાં સંતો સાથે મુલાકાત અને તેમની સાથે ચર્ચા પણ થશે.

આ પણ વાંચો: અમિત શાહે ઉદ્ધવ ઠાકરેને કર્યો ગઠબંધન માટે ફોન તો મળ્યો આ જવાબ

કુંભના બહાને આશીર્વાદની ઈચ્છા

કુંભના બહાને આશીર્વાદની ઈચ્છા

વ્યવસ્થાને મામલે આ વખતનો કુંભનો મેળો અત્યારસુધીના કુંભ ઇતિહાસમાં સૌથી દિવ્ય અને ભવ્ય આયોજનવાળો માનવામાં આવી રહ્યો છે. સંતો પણ અહીંના આયોજનથી ઘણા ખુશ છે. આ દરમિયાન અમિત શાહ પણ કુંભ મેળામાં પહોંચી ચુક્યા છે.

13 અખાડાઓના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે

13 અખાડાઓના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે

ભાજપા અધ્યક્ષ અમિત શાહ જુના પીઠાધીશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિના શિવિરમાં જશે અને તેમની સાથે મુલાકાત કરીને તેમના આશીર્વાદ લેશે. એટલું જ નહીં પરંતુ અમિત શાહ અને સીએમ યોગી 13 અખાડાઓના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે અને તેમની સાથે ભોજન પણ લેશે.

ચૂંટણી અંગે સાધુ-સંતો સાથે વાતચીત

સંગમ સ્નાન પછી અમિત શાહ અક્ષય વટ, સરસ્વતી કૂપ, બડે હનુમાનજીના દર્શન કરવા માટે પણ જશે. તેઓ રામ મંદિર અને લોકસભા ચૂંટણી અંગે સાધુ-સંતો સાથે વાતચીત પણ કરશે. તેની સાથે સાથે અમિત શાહ પ્રયાગરાજમાં પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે પણ મુલાકાત કરશે.

English summary
BJP President Amit Shah and other leaders take holy dip at Kumbh Mela
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X