For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં BJP-NCPની સરકાર બન્યા બાદ અમિત શાહે કર્યુ આ ટ્વિટ

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ચાલી રહેલ રાજકીય ઘમાસાણ વચ્ચે શનિવારે એક મોટી રાજકીય ઉલટફેર જોવા મળી, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદની શપથ લેવડાવી જ્યારે અજીત પવારને ઉપમુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજીત પવારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અભિનંદન આપ્યા છે.

અમિત શાહે કર્યુ આ ટ્વિટ

ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારની સવારે ટ્વિટ કર્યુ છે. ટ્વિટમાં અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના સીએમ અને અજીત પવારને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવડાવવા પર અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યુ, ‘મને વિશ્વાસ છે કે આ સરકાર મહારાષ્ટ્રના વિકાસ અને કલ્યાણ પ્રત્યે નિરંતર કટિબદ્ધ રહેશે અને રાજ્યમાં પ્રગતિના નવા માપદંડ સ્થાપિત કરશે.'

ખિચડી નહિ પરંતુ એક સ્થાયી સરકાર જોઈતી હતીઃ ફડણવીસ

વળી, શપથ લીધા બાદ સીએમ ફડણવીસે કહ્યુ કે મહારાષ્ટ્રની જનતાને એક ખિચડી નહિ પરંતુ એક સ્થાયી સરકાર જોઈતી હતી. તેમણે કહ્યુ કે જનતાએ પાર્ટીને એક સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો પરંતુ સાથી શિવસેનાએ બીજી પાર્ટીઓ સાથે ગઠબંધન કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યુ. શરદ પવારના ભત્રીજા અજિત પવાર રાજ્યના ઉપ મુખ્યમંત્રી બની ગયા છે. આ દરમિયાન દેવેન્દ્ર ફડણવીસના સીએમ બન્યા બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચોઃ ફડણવીસે મહારાષ્ટ્રના CM પદના શપથ લીધા બાદ PM મોદીએ આપ્યા અભિનંદનઆ પણ વાંચોઃ ફડણવીસે મહારાષ્ટ્રના CM પદના શપથ લીધા બાદ PM મોદીએ આપ્યા અભિનંદન

અજીત પવાર બન્યા ડેપ્યુટી સીએમ

આ પહેલા કાલે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની બેઠકમાંથી બહાર નીકળેલા એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યુ હતુ કે શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. વળી, ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે હજુ વધુ બેઠકો થશે. પરંતુ અચાનક શનિવારે આવી રાજકીય ઉલટફેરની આશા કોઈએ નહિ કરી હોય કારણકે એ માનવામાં આવી રહ્યુ હતુ કે બધુ આ ત્રણે પક્ષો વચ્ચે ફાઈનલ થઈ ચૂક્યુ છે.

ઘણા દિવસોથી એનસીપી-કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ચાલી રહી હતી વાતચીત

ઘણા દિવસોથી એનસીપી-કોંગ્રેસ અને શિવસેના વચ્ચે ચાલી રહી હતી વાતચીત

શિવસેના અને ભાજપે મહારાષ્ટ્રમાં મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી પરિણામ આવ્યા બાદ આ ગઠબંધનને બહુમત પણ મળ્યા પરંતુ શિવસેનાએ ભાજપ સામે મુખ્યમંત્રી પદ માટે 50-50 ફોર્મ્યુલા આપ્યો જેના પર સંમતિ બની નહિ. ભાજપનુ કહેવુ હતુ કે એવી કોઈ ડીલ થઈ નહોતી જ્યારે શિવસેનાઓ આના માટે મોરચો ખોલી દીધો.

English summary
BJP President Amit Shah congratulates CM Devendra Fadnavis And Deputy CM Ajit Pawar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X