ભાજપ પ્રમુખ અમિત શાહની હત્યાની કોશિષ નાકામ
પટનામાં બીજેપીની 14 એપ્રિલે થનાર રેલી પહેલા મળેલા 2 બોમ્બે મોટો હાબાળો મચાવ્યો હતો. ત્યારે આ મામલે હાલ મોટો ખુલાસો બહાર આવ્યો છે કે આ ધમાકાના નિશાના પર ભાજપના પ્રમુખ અમિત શાહ હતા.
સુત્રોના માનીએ તો પોલિસ પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે પટનામાં થયેલા સિરીયલ બમ બ્લાસ્ટની યોજનામાં તેમનો ટારગેટ અમિત શાહની રેલી હતી. જો કે તે વખતે અમિત શાહની રેલીની અધિકૃત તારીખો જાહેરાત નહતી થઇ.

નોંધનીય છે કે મંગળવારે પટનાના બહાદુરપુરા ક્ષેત્રમાંથી બે બોમ્બ મળી આવ્યા હતા જેની પર કમળનું નિશાન હતું. આ વાતની જાણકારી ત્યારે થઇ જ્યારે એક અપાર્ટમેન્ટમાં ધમાકો થયો.
વધુમાં 27 ઓક્ટોબર 2013માં નરેન્દ્ર મોદીની વિશાળ ચૂંટણી રેલી પર પણ એક બોમ્બ ધમાકો થયો હતો. જેમાં 6 લોકોની મોત અને 80 લોકો ધાયલ થયા હતા.












Click it and Unblock the Notifications
