લાલચમાં ભાજપનો વિનાશ કરશે રાજનાથઃ સ્વામી અધોક્ષાજાનંદ
પુરી પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અઘોક્ષાજાનંદ દેવ તીર્થ મહારાજે કહ્યું છેકે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ વડાપ્રધાન બનવાની લાલચમાં પોતાની પાર્ટીનો વિનાશ કરી દેશે. રાજનાથ પર હુમલો કરતા તેમણે કહ્યું કે, તેઓ મોદીને વડાપ્રધાન નહીં બનવા દે.

રાજનાથ સિંહને મુસલમાનોનો સાથ મળશે કે નહીં એ અંગે જણાવતા સ્વામી અધોક્ષજાનંદે કહ્યું કે, લાલકૃષ્ણ અડવાણી જેવા લોકો પાકિસ્તાન જઇને જીણ્ણાની મજાર પર ચાદર ચઢાવી શકે છે, તો રાજનાથ પોતાના અંગત ફાયદા માટે મુસલમાનોના દર પર ઘૂંટણીયે પડી શકે છે.
તેમણે હંમેશાથી ભાગલા પાડવાનું રાજકારણ કર્યું છે. સ્વામીએ કહ્યું કે, રાજનાથનું વડાપ્રધાન બનવાનું સ્વપ્ન ક્યારેય પૂર્ણ નહીં થાય. તે સમાજને ગુમરાહ કરતી વ્યક્તિ છે, તેમના માટે વિકાસ કોઇ મહત્વ ધરાવતું નથી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ), નરેન્દ્ર મોદી અને રાજનાથ સિંહ પર એક સાથ પ્રહાર કરતા અધોક્ષાજાનંદે કહ્યું કે, રાજનાથ અને મોદીનો વડાપ્રધાન બનવાનો હેતુ ક્યારેય પૂર્ણ નહીં થાય અને જો સંઘ આમના જેવા સાંપ્રદાયિક લોકોનો સાથ આપી રહ્યાં છે તો તે પણ સૌથી મોટા દેશદ્રોહી છે.
સ્વામી અધોક્ષજાનંદે કહ્યું કે આખા દેશમાં જે પ્રકારની હવા બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, ખરા અર્થમાં તેવું કંઇ નથી. ભાજપ કેન્દ્રમાં સરકાર નહીં બને. હિન્દુઓને ગુમરાહ કરનારાઓને ભગવાન ક્યારેય માફ નહીં કરે. તેમણે કહ્યું કે, આખા દેશમાં આવી કોઇ લહેર નથી. મોદી અને રાજનાથ વહેમમાં છે. ચૂંટણી બાદ તેમને તેમની ઓકાત ખબર પડી જશે. આ બન્ને વડાપ્રધાન બનવા માટે એકબીજા સાથે લડીને ખતમ થઇ જશે.
તેમણે કહ્યું કે, ભાજપની વિચારધારા હંમેશાથી અલગાવવાદી રહી છે. આ લોકો હિન્દુઓ અને મુસલમાનોને લડાવીને પોતાની રાજકીય રોટીઓ શેકી રહ્યાં છે. સંઘ જો રાજનાથ અને મોદી જેવા ભ્રષ્ટ નેતાઓનો સાથ આપી રહ્યાં છે તો તે પણ સૌથી મોટું દેશદ્રોહી છે.
જગતગુરુએ કહ્યું કે વિકાસના નામ પર તેમનો દાવો ખોખલો છે. આ લોકોએ એકવાર રામ મંદિરનો મુદ્દો ઉછાળીને સરકાર બનાવી હતી, પરંતુ જ્યારે સરકાર બની ગઇ તો તેમણે કરોડો હિન્દુઓને ગુમરાહ કર્યા. બાદમાં તેમણે ધારા 370 અને રામ મંદિર જેવા મુદ્દાઓનો સ્વાર્થવશ ત્યાગ કર્યો. શંકરાચાર્યએ મોદી પર કટાક્ષ કરતા કહ્યું કે, જે વ્યક્તિ પોતાની પત્ની પ્રત્યે સાત ફેરા વાળુ વંચન નિભાવી ના શક્યો, તે દેશની જનતાનું વચન આપવાનો કોઇ અધિકાર નથી. આ લોકો અંગત સ્વાર્થ માટે જનતાને માત્ર ગુમરાહ કરી રહ્યાં છે.












Click it and Unblock the Notifications
