For Daily Alerts
ગડકરીની તુલના કસાબ સાથે કરવામાં આવે તો?
નવી દિલ્હી, 6 નવેમ્બર: નિતિન ગડકરીના નિવેદન પર કોંગ્રેસે આક્રમક સ્વરૂપ ધારણ કરી લીધું છે. કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી મનીષ તિવારીએ કહ્યું કે શું નિતિન ગડકરીનો આક્યુ સ્તર કસાબના લેવલનો છે. મનીષ તિવારીએ કહ્યું હતું ગડકરી તેમના નિવેદન માટે માફી માંગવી જોઇએ. મનીષ તિવારીએ કહ્યું હતું કે જો અમે નિતિન ગડકરીના આક્યુની તુલના કસાબના આક્યુ સાથે કરીએ તો શું થશે?
આ પહેલાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ગડકરીના આ નિવેદનથી શંકા પેદા થાય છે કે ક્યાંક ગડકરી અને દાઉદ વચ્ચે સંબંધ તો નથી ને. ત્યારે તો દાઉદના બૌદ્ધિક સ્તર અંગે આટલી બધી જાણકારી છે. હવે તે દાઉદ ઇબ્રાહિમ યાત્રા કેમ નીકળતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલના એક સ્થાનિક પત્રિકા ઓજસ્વિનીના રાષ્ટ્રીય પ્રતિષ્ઠાપન સમારોહમાં નિતિન ગડકરીએ કહ્યું હતું કે જો દાઉદ ઇબ્રાહિમ અને સંત વિવેકાનંદના આઇક્યૂનો ટેસ્ટ કરવામાં આવે તો બંનેનું બૌદ્ધિક સ્તર એક સમાન જોવા મળશે પરંતુ દાઉદે પોતાની બુદ્ધિનો ઉપયોગ આતંક અને ગુનાહ માટે કર્યો તો સ્વામી વિવેકાનંદે પોતાની બુદ્ધિનો ઉપયોગ સમાજ અને દેશને નવી દિશા આપવા માટે કર્યો.