ગૃહમંત્રી શિંદે માફી નહી માંગે તો બજેટ સત્ર નહી ચાલે: બીજેપી

સંસદમાં સરકારને ઘેરી લેવાની બ્લૂ પ્રીન્ટ બનાવવા આજે લાલકૃષ્ણ આડવાણીના નિવાસસ્થાને બીજેપીના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં બીજેપીએ નક્કી કર્યું છે કે અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કૌભાંડ અને સુશીલ કુમાર શિંદેના નિવેદન પર સરકારને બાનમાં લેવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે બીજેપી અને સંઘને આતંકવાદી ટ્રેનિંગનો અડ્ડો બતાવનારા નિવેદન પર ગૃહમંત્રી સુશીલ શિંદેએ માફી માગવી જોઇએ. પાર્ટીએ નક્કી કર્યું છે કે નરેન્દ્ર મોદી અને બીજેપી પર પ્રેસ કાઉન્સીલના ચેરમેન મારકેન્ડેય કાત્જુની ટિપ્પણીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે.
આની સાથે જ નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની સેનાએ જે રીતે ભારતીય સૈનિકોની હત્યા કરી અને સૈનિકોના શિરચ્છેદ કરવાની ઘટના પર પણ બીજેપી સરકાર પાસે જવાબ માગશે.












Click it and Unblock the Notifications
