સિદ્ધુ પછી હવે "કીર્તિ" અને "શત્રુગ્ન" પણ આપમાં જોડાઈ શકે છે..

ચૂંટણીનો સમય આવતાની સાથે જ દલ અદલા બદલીની મોસમ પણ આવી ચુકી છે. ભાજપ છોડીને જવાવાળા લોકોની સંખ્યા વધી રહી છે. 2 દિવસ પહેલા જ નવજોત સિંહ સિદ્ધુએ ભાજપથી પોતાનું રાજીનામુ આપી દીધું હતું. નવજોત સિંહ સિદ્ધુની પત્નીએ ઈશારો કર્યો કે તેમની પાસે આમ આદમી પાર્ટી સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી.

આવા સમયમાં હવે બીજી જે ખબર આવી રહી છે તે ભાજપ માટે ચોક્કસ ચિંતાનો વિષય બનશે. ખરેખર ભાજપના 2 મોટા નેતાઓ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે ટવિટ કરીને તેનો ઈશારો પણ આપ્યો છે.

kumar vishwas

કુમાર વિશ્વાસે ટવિટ કર્યું છે કે આપની "શત્રુગ્ન" "કીર્તિ" "સિદ્ધ" થવાની છે. જો કુમાર વિશ્વાસના આ ટવિટ પર નજર કરવામાં આવે તો કીર્તિ (આઝાદ), શત્રુગ્ન (સિંહા) અને સિદ્ધ (નવજોત) આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. જો આવું થયું તો ભાજપને પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં મોટો ફટકો લાગી શકે છે.

પાર્ટીથી નારાજ ચાલી રહેલા નવજોત સિંહ સિદ્ધુએ 18 જુલાઈએ રાજ્યસભાથી પોતાનું રાજીનામુ આપી દીધું હતું. નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાના નિવેદનોને કારણે શત્રુગ્ન સિન્હા પણ ઘણીવાર પાર્ટીના નજરમાં આવી ચુક્યા છે. એટલે તેમના જવા પર કોઈ અચરજ પણ નહીં થાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X