મનોજ તિવારીને દિલ્લીના પ્રદેશ અધ્યક્ષ પદેથી ભાજપે હટાવ્યા
સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના દિલ્લી અધ્યક્ષ મનોજ તિવારીને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા છે.
સાંસદ અને ભારતીય જનતા પાર્ટીના દિલ્લી અધ્યક્ષ મનોજ તિવારીને તેમના પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડીએ મનોજ તિવારીની જગ્યાએ આદેશ ગુપ્તાને દિલ્લીના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. આ ઉપરાંત છત્તીસગઢના ભાજપના અધ્યક્ષ વિષ્ણુદેવ સાયને નિયુક્ત કરવામાં આવ્યા.

જો કે મનોજ તિવારીને હટાવવા પાછળ શું કારણ છે તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યુ નથી. પદ પરથી હટાવાયા બાદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને કહ્યુ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તરીકે આ 3.6 વર્ષના કાર્યકાળમાં જે પ્રેમ અને સહયોગ મળ્યો તેના માટે બધા કાર્યકર્તા, પદાધિકારી તેમજ દિલ્લીવાસીઓને સદૈવ આભારી રહીશ. જાણે-અજાણે કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરશો.
આ હોઈ શકે છે મનોજ તિવારીને હટાવવાનુ કારણ
મનોજ તિવારીને પ્રદેશ અધ્યક્ષ પદ જવા પાછળ વિધાનસભા ચૂંટણીમાં દિલ્લીમાં મળેલી કારમી હાર એક મોટુ કારણ છે. આ ઉપરાંત સતત નિવેદનબાજી હોય કે પછી હાલમાં કોરોના સંકટ વચ્ચે ક્રિકેટ રમવુ, તે સતત વિવાદોમાં રહ્યા છે.












Click it and Unblock the Notifications
