For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS ના લોકો લગ્ન નથી કરતા, તેવા લોકો જ વધારે રેપ કરે છે

મધ્યપ્રદેશમાં આ વખતે વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતાની તૈયારી વધારી દીધી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મધ્યપ્રદેશમાં આ વખતે વિધાનસભા ઈલેક્શન થવા જઈ રહ્યા છે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતાની તૈયારી વધારી દીધી છે. પરંતુ આ તૈયારી વિવાદિત નિવેદન રૂપે વધુ દેખાઈ રહી છે. મધ્યપ્રદેશમાં નેતાઓ ઘ્વારા ભાષાની મર્યાદા તોડીને વિવાદિત નિવેદન આપવાનું ચાલુ કરી દીધું છે. આ લિસ્ટમાં નવું નામ કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલ છે.

કોંગ્રેસ મીડિયા પ્રભારી માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મધ્યપ્રદેશમાં બળાત્કારની ઘટના વધી છે. આ મામલે વધારે ફરિયાદ આરએસએસ અને ભાજપા નેતાઓ વિરુદ્ધ નોંધાય છે.

માનક અગ્રવાલ વિવાદિત નિવેદન

માનક અગ્રવાલ વિવાદિત નિવેદન

માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આરએસએસ ના લોકો આ ઘટનામાં લિપ્ત છે. માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે આરએસએસ ના લોકો લગ્ન કરતા નથી એટલા માટે રેપની ઘટનામાં તેમનો હાથ હોય છે. તેમને જણાવ્યું કે વધારે મામલામાં બીજેપી અને આરએસએસ નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમને જણાવ્યું કે મધ્યપ્રદેશ બળાત્કાર મામલે દેશમાં ત્રીજા નંબરે છે. માનક અગ્રવાલ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે ખુબ જ જલ્દી તેઓ તેના આંકડા પણ સાર્વજનિક કરશે.

દિગ્વિજય સિંહના નજીક છે માનક અગ્રવાલ

દિગ્વિજય સિંહના નજીક છે માનક અગ્રવાલ

માનક અગ્રવાલ ઘ્વારા શિવરાજ સિંહ ચૌહાણ પર પણ નિશાનો લગાવવામાં આવ્યું છે. તેમને કહ્યું કે મુખ્યમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં તેમના પરિવારનો જ વિકાસ થયો છે. તેમના વિધાનસભા ક્ષેત્રમાં કોઈ જ વિકાસ નથી થયો. આપણે જણાવી દઈએ કે માનક અગ્રવાલને દિગ્વિજય સિંહના નજીક માનવામાં આવે છે. હાલમાં જ કોંગ્રેસ ઘ્વારા તેમને મીડિયા પ્રભારી તરીકે પસંદ કરવામાં આવ્યા છે.

રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા, તો શુ તેઓ પણ રેપ ઘટના માં શામિલ હોય છે?

રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા, તો શુ તેઓ પણ રેપ ઘટના માં શામિલ હોય છે?

આ પ્રકારના નિવેદનો પછી બીજેપી તરફથી પણ પ્રતિક્રિયા આવવા લાગી. બીજેપી જનરલ સેકેટરી વીડી શર્મા ઘ્વારા પલટવાર કરવામાં આવ્યો કે રાહુલ ગાંધીએ લગ્ન નથી કર્યા, તો શુ તેઓ પણ રેપ ઘટનામાં શામિલ હોય છે? આપણે જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2013 દરમિયાન કાંતિલાલ ભુરીયા ઘ્વારા આરએસએસ નેતાઓ માટે આપત્તીજનક નિવેદન આપવામાં આવ્યું હતું. જેમની સામે માનહાની કેસ પણ પણ કરવામાં આવ્યો હતો.

English summary
BJP rss men involved rape cases madhya pradesh says manak agrawal congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X