For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે PM પદની ઉમેદવારી માટે ભાજપના 10 દાવેદાર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ઓગસ્ટ : રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરુણ જેટલીને એક અંગ્રેજી અખબારે વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે પ્રશ્ન પૂછતાં તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપમાં મોદી ઉપરાંત નવ ચહેરા છે જેમના પર પક્ષ વિચાર કરી શકે છે. આ નામો પર ચર્ચા વિચારણા અને વિવાદ સંવાદ બાદ એક નામ બહાર આવશે.

અરૂણ જેટલીએ અડવાણીનો બચાવ કરતાં જણાવ્યું હતું કે જો લોકસભા ચૂંટણી 2014માં પીએમ પદના ઉમેદવાર તરીકે એક નેતાનું નામ બહાર આવે તે પહેલાં કોઈ વિરોધી વિચાર વ્યકત કરે તો જાણે પહાડ તૂટી પડયો હોય એવું માનવું જોઈએ નહીં. મોદી અને અડવાણી વચ્ચે કોઈ પણ પ્રકારનો સંઘર્ષ હોવાનો ઈનકાર કરતાં જેટલીએ જણાવ્યું હતું કે બંને નેતાઓ સાથે મળીને કામ કરે છે.

ભાજપમાં નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવા માટે જોરદાર કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે જેટલીનું આ નિવેદન રાજકીય રીતે ઘણું સૂચક માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં ભાજપના પ્રમુખ રાજનાથસિંહે પણ ભાજપના સંમેલનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનપદના ઉમેદવાર પક્ષના ટોચના નેતાઓ સાથે પરામર્શ કર્યા બાદ જ નક્કી કરવામાં આવશે.

તેમણે વધુમાં ભાજપના રાજ્ય એકમોને બિહાર એકમની રાહે નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનાવવાની તરફેણ કરતા ઠરાવો પસાર ન કરવા રાજ્ય એકમના નેતાઓને ચેતવણી આપીને જણાવ્યું હતું કે પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવારની યોગ્ય સમયે જાહેરાત કરવામાં આવશે.

આ પાછળ એક કારણ એ પણ છે કે ભાજપ ભૂલનું પરિવર્તન કરવા માંગતો નથી. વર્ષ 2009માં દેશમાં યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ભાજપે પૂરી તાકાત લગાવીને મેદાનમાં ઝુકાવી સત્તા પર આવવાની કોશિશ કરી હતી, પરંતુ ભાજપના આ પ્રયાસો દરમિયાન પક્ષ વરિષ્ઠ અને પીઢ નેતા પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીને ભૂલી ગયો, જેના કારણે પક્ષને ચૂંટણીમાં મોટો ફટકો પડયો હતો. આ વખતે ભાજપે અત્યારથી જ વાજપેયીના નામનો રાગ આલાપવાનું શરૂ કરી દીધું છે.

1

1

નરેન્દ્ર મોદી

2

2

એલ કે અડવાણી

3

3

મુરલી મનોહર જોશી

4

4

રાજનાથ સિંહ

5

5

સુષ્મા સ્વરાજ

6

6

અરૂણ જેટલી

7

7

યશવંત સિંહા

8

8

નીતિન ગડકરી

9

9

શિવરાજ સિંહ ચૌહાણ

10

10

રમણ સિંહ

English summary
BJP's 10 contenders for prime ministerial candidate candidacy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X