Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મણિપુરમાં પહેલીવાર BJP સરકાર, બિરેન સિંહે લીધી CM પદની શપથ

ભાજપના પહેલા મુખ્યમંત્રી તરીકે આજે નોંગથોમબામ બિરેન સિંહ શપથ લેશે, ભાજપે મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 21 બેઠકો જીતી છે.

મણિપુરમાં ભાજપ સરકાર બની ગઇ છે. અએન.બિરેન સિંહે મુખ્યમંત્રી પદની શપથ લઇ લીધી છે. જો કે, આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર નહોતા રહી શક્યા. ફ્લાઇટમાં ટેક્નિકલ પ્રોબ્લેમ થતાં તેમણે અડધે રસ્તેથી જ દિલ્હી પાછા ફરવું પડ્યું હતું.

biren singh

કોંગ્રેસને ન મળ્યું સમર્થન

મણિપુરમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી હતી, પરંતુ કોંગ્રેસને ઝાટકો ત્યારે લાગ્યો જ્યારે કોંગ્રેસ પક્ષના તમમ સભ્યો અને એકમાત્ર અપક્ષ ધારાસભ્યોએ પણ ભાજપને સમર્થન આપ્યું. આ કારણે કોંગ્રેસની બેઠકોની સંખ્યા 28થી આગળ ન વધી શકી.

ભાજપે સાબિત કરવાનો રહેશે બહુમત

ભાજપ મણિપુરમાં સરકાર બનાવવા જઇ રહ્યું છે, પરંતુ ભાજપે પણ વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો રહેશે. ભાજપ સામે એક મુસીબત એ છે કે, પીપલ્સ ફ્રંટે પોતાના ચારેય ધારાસભ્યો માટે મંત્રી પદ માંગ્યું છે.

ભાજપે મણિપુર વિધાનસભામાં જીતી 21 બેઠકો

ઉલ્લેખનીય છે કે, ભાજપે મણિપુર વિધાનસભામાં 21 બેઠકો જીતી છે. પરંતુ એનપીએફ અને એનપીપીના ચાર ધારાસભ્યો ભાજપને સમર્થન આપ્યું છે. આ સિવાય તૃણમુલ કોંગ્રેસ તથા લોજપાના એક-એક ધારાસભ્ય તથા એક અપક્ષ ધારાસભ્યનું પણ ભાજપ પાસે સમર્થન છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X