આડવાણીની ગેરહાજરીમાં રાજનાથ સિંહે કર્યું મોદીનું રાજતિલક
પણજી, 9 જૂન: ગોવામાં બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને પાર્ટીનો મતભેદ સામે આવી ગયો છે. પાર્ટીમાં મોદીને લઇને મતભેદ ખુલીને સામે આવ્યો છે. બીજેપીમાં આડવાણી દળની નારાજગીની વચ્ચે આજે નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ બનાવી દેવાયા છે.
માનવામાં આવી રહ્યું છે કે કાર્યકારિણીની બેઠકના સમાપન દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ મોદીને મળનારી મોટી જવાબદારીની જાહેરાત કરી શકે છે. રાજનાથ સિંહ ભલે આડવાણીની નારાજગીને નજરઅંદાજ કરીને મોદીને મોટી જવાબદારી સોંપે પરંતુ પાર્ટીના ઘણા નેતાઓની નારાજગીમાં વધારો થવો એ સ્વાભાવિક છે. રાજનાથ એ પણ બતાવી શકે છે કે મોદી પર નિર્ણય સૌની સહમતીથી લેવાયો છે.

પોતાના રાજનૈતિક કરિયરમાં આ પહેલી તક છે કે આડવાણી આ રીતે મોટા આયોજનથી દૂર રહ્યા છે. કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય મુદ્દાઓથી હટીને દરેકનું ધ્યાન એ સવાલ પર છે કે શું બીજેપી 2014ની ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને પોતાનો સૌથી મોટો ચહેરો બનાવશે.












Click it and Unblock the Notifications
