કોંગ્રેસનો મળશે સાથ, દિલ્હીમાં બનશે ભાજપ સરકાર

નવી દિલ્હી, 17 જુલાઇ: આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે દિલ્હીની સત્તા શું છોડી, દિલ્હીમાં કોઇ સરકાર અત્યાર સુધી બની શકી નથી. વારંવાર સરકાર રચાવાના સંકેતો મળે છે પરંતુ સરકાર બની શકતી નથી. હવે એક વાર ફરી ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં પોતાની સરકાર રચવાની ચળવળ શરૂ કરી દીધી છે.

દિલ્હીમાં સરકાર બનાવવાને લઇને ભાજપામાં એક વાર ફરી સાંઠગાંઠ થઇ રહી છે. સૂત્રો અનુસાર ભાજપ કોંગ્રેસ વિધાયકોના સમર્થનથી દિલ્હીમાં સરકાર બનાવવાની કવાયતમાં લાગી ગઇ છે. કોંગ્રેસના 8 ધારાસભ્યોમાંથી 6 ભાજપને સમર્થન આપી શકે છે. જોકે સરકાર બનાવવી કે ચૂંટણીનો વિકલ્પ પસંદ કરવો એ અંગેનો આખરી નિર્ણય તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેશે.

અંદરના સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી અનુસાર દિલ્હીમાં ભાજપ સરકાર બનવાને પગલે જગદીશ મુખી મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ છે. આના માટે તેમણે ગઇકાલે મોડી રાત્રે અમિતશાહની મુલાકાત પણ લીધી અને દિલ્હીના રાજકારણ વિશે સંપૂર્ણ માહિતી આપી. જો ભાજપે ગવર્નર તરફથી સરકાર બનાવવાનું નિમંત્રણ મળે છે તો મુખીને વિધાયક દળના નેતા પસંદ કરી શકાય છે.

bjp
દિલ્હીના દિલ્હી નવા પ્રદેશ અધ્યક્ષ સતીશ ઉપાધ્યાયે પાર્ટી વિધાયકોની બેઠક બોલાવીને સલાહ-સૂચન પણ કર્યું. પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહેલા વરિષ્ઠ વિધાયક જગદીશ મુખીએ દાવો કર્યો કે બેઠકમાં વિકાસ કાર્યોમાં આવી રહેલી મુશ્કેલીઓ પર ચર્ચા થઇ છે, અને સરકાર બનાવવા અંગે પાર્ટી અંતિમ નિર્ણય લેશે.

ભાજપા નેતા સતીશ ઉપાધ્યાયે જણાવ્યું કે ભાજપની બધા વિકલ્પ ખુલ્લા છે. અંતિમ નિર્ણય હાયકમાન્ડ કરશે. જોકે તેમણે એવા સ્પષ્ટ સંકેત આપ્યા કે જો પરિસ્થિતિ અનુકુળ રહી તો ભાજપ ચોક્કસ દિલ્હીમાં સરકાર બનાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની પાસે દિલ્હીમાં 31 બેઠકો હતી પરંતુ ત્રણ ધારાસભ્યો હર્ષવર્ધન, રમેશ વિધૂડી અને પરવેશ રાણાને લોકસભા માટે ચૂંટાતા ભાજપના ધારાસભ્યોની સંખ્યા હવે 28 જ રહી ગઇ છે. જોકે ભાજપને કોંગ્રેસના 6 અને આમ આદમી પાર્ટીમાંથી 4 ધારાસભ્યો બહારથી ટેકો આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X