For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશભરમાં મોદી મેજીક, લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ફેબ્રુઆરીઃ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છ. તાજા સર્વે અનુસાર એ વાત સામે આવી છે કે, લોકસભા ચૂંટણી 2014 બાદ ભાજપ સૌથી મોટી તરીકે ઉભરીને સામે આવવાની છે. એબીપી ન્યૂઝ નીલસન સર્વે અનુસાર અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 217 બેઠકો જીતીને સૌથી મોટા દળના રૂપમાં ઉભરી શકે છે. જ્યારે કોંગ્રેસને અંદાજે 73 જ બેઠકો મળશે.

narendarmodi-on-sarkar
સર્વે અનુસાર ભાજપને 217 બેઠકો અને એનડીએને 236 બેઠકો મળી શકે છે. સર્વેમાં ભાજપ મેદાન મારતું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ સત્તાધારી પક્ષ કોંગ્રેસ માત્ર 73 બેઠકો પર સમેટાતી જોવા મળી રહી છે, જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 10 બેઠકો મળી શકે છે.

કોંગ્રેસ દક્ષિણમાં થોડીક સફલ થાય તેવા અણસાર છે, જ્યારે લોકસભા ચૂંટણીમાં પહેલીવાર કિસ્મત અજમાવી રહેલી ‘આપ' ઉત્તર ભારતમાં બેઠકો જીતી શકે છે. પીમ પદ તરીકે 57 ટકા લોકોએ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને પસંદ કર્યા છે, જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પક્ષમાં માત્ર 18 ટકા લોકોએ સહમતી દર્શાવી છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલને માત્ર 3 ટકા લોકોએ જ પસંદ કર્યા છે.

English summary
BJP is likely to emerge as the single largest party in the upcoming Lok Sabha polls with 217 seats while Congress will be reduced to about 73 seats, an opinion poll has predicted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X