24 માર્ચથી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી પ્રચાર કરશે
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધન પછી બંને હવે એકસાથે ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે. ભાજપ અને શિવસેના ચૂંટણી પ્રચારની શરૂઆત 24 માર્ચથી કોલ્હાપુરથી કરશે.
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના ગઠબંધન પછી બંને હવે એકસાથે ચૂંટણી પ્રચાર કરવા જઈ રહ્યા છે. ભાજપ અને શિવસેના ચૂંટણી પ્રચારની શરૂઆત 24 માર્ચથી કોલ્હાપુરથી કરશે. બંને પાર્ટી ઘ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં તેના વિશે જાણકારી આપવામાં આવી છે. શિવસેના અને ભાજપની પહેલી એકસાથે રેલી 24 માર્ચે થશે. આ રેલી પહેલા બંને પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બેઠક થશે. પાર્ટી ઘ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક 15,17 અને 18 માર્ચે થશે. આ બેઠકને સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે સંબોધિત કરશે.
આ પણ વાંચો: ભાજપ ઉમેદવારોની પહેલી લિસ્ટ જલ્દી, પીએમ મોદીની સીટ ફાઇનલ

એક સાથે ચૂંટણી પ્રચાર કરશે
મળતી જાણકારી અનુસાર પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક પછી બંને પક્ષના વરિષ્ઠ નેતાઓ 24 માર્ચે કોલ્હાપુરમાં રેલી કરશે. બંને પાર્ટીઓ ઘ્વારા સાથે ચૂંટણી ઘોષણાપત્ર પણ રજુ કરવામાં આવશે. ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થયું છે, જેમાં ભાજપ 25 સીટો અને શિવસેના 23 સીટો પર ચૂંટણી લડશે. છેલ્લા ઘણા સમયથી ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન છે પરંતુ 2014 વિધાનસભા ચૂંટણીમાં તેમનું ગઠબંધન તૂટ્યું હતું.

સીટો પર મામલો ફસાયો હતો
ભાજપ વધારે સીટો માંગી રહી હતી જયારે શિવસેના તેના માટે તૈયાર ના હતી. પ્રદેશમાં ચૂંટણી પરિણામો જાહેર થયા પછી 288 સીટોમાંથી ભાજપ 122 સીટો પર જીતી શકી જયારે શિવસેના 66 સીટો પર જીતી હતી. ચૂંટણી પરિણામો જાહેર થયા પછી ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કરી લીધું અને દેવેન્દ્રં ફડણવીસ મુખ્યમંત્રી બન્યા. ગઠબંધન થયા પછી પણ શિવસેના સતત ભાજપ પર પ્રહાર કરતી રહી. તેમને રાજ્ય અને કેન્દ્રની સરકારની પણ ખુબ આલોચના કરી.

2014 લોકસભામાં 41 સીટો જીતી હતી
આપને જણાવી દઈએ કે વર્ષ 2014 દરમિયાન બંને પાર્ટીએ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી હતી. બંનેએ 41 સીટો પર ચૂંટણી જીતી હતી. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા સીટો છે. આપને જણાવી દઈએ કે આ વખતે કુલ 7 તબક્કામાં લોકસભા ચૂંટણી થવાની છે. મહારાષ્ટ્રમાં 4 તબક્કામાં ચૂંટણી થશે. 23 મેં દરમિયાન ચૂંટણી પરિણામો જાહેર થશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
