For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભામાં નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું

નાગરિકતા બિલ પાસ થયાના વિરોધમાં ભાજપના પ્રવક્તાનું રાજીનામું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકસભામાં જેવી રીતે નાગરિકતા સંશોધન બિલ પાસ થઈ ગયું છે તે બાદ ભાજપની અંતર નેતાઓએ બગાવતના સુર છેડ્યા છે. આ બિલની વિરુદ્ધમાં ભાજપના નેતાએ નારાજગી વ્યક્ત કરી છે. લોકસભામાં જ્યારે આ બિલ પાસ કરવામાં આવ્યું તો આસામમાં ભાજપના પ્રવક્તા મહેંદી આલમ બોરાએ આ બિલના વિરોધમાં પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. જણાવી દઈએ કે ભાજપમાં બોરા પહેલા એવા નેતા છે જેમણે નાગરિકતા બિલના વિરોધમાં રાજીનામું આપ્યું હોય. બોરાએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ રંજીત કુમાર દાસને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.

હું ભાજપ સાથે સહમત ન થઈ શકું

હું ભાજપ સાથે સહમત ન થઈ શકું

પોતાના રાજીનામામાં બોરાએ લખ્યું કે હું નાગરિકતા સંશોધન બિલનો વિરોધ કરું છું અને મને લાગે છે કે આ બિલથી સાચા અર્થમાં આસામના લોકોને નુકસાન થશે. આ બિલ આસામના લોકોના ધર્મનિરપેક્ષ માળખાંને પ્રભાવિત કરશે, જેથી આ બિલનો હું હંમેશા વિરોધ કરતો આવ્યો છું અને આગળ પણ વિરોધ કરતો રહીશ. તેમણે કહ્યું કે લોકસભામાં આ બિલ પાસ થયા બાદ ભાજપ સાથે સહમત નથી, જેથી ભાજપના પ્રાથમિક સભ્યતા અને તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.

વિપક્ષે બિલનો વિરોધ કર્યો

વિપક્ષે બિલનો વિરોધ કર્યો

જણાવી દઈએ કે અગાઉ લોકસભામાં વિપક્ષી દળોના ભારે હંગામાની વચ્ચે આ બિલ પાસ કરાવી લેવામાં આવ્યું. આ બિલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશમાં વિસ્થાપનના કારણે મુશ્કેલીનો સામનો કરી રહેલ હિંદુ, ઈસાઈ, બૌધ, પારસી, જૈન, સિખ લઘુમતીઓને સુરક્ષા આપવાની વાત કહેવામાં આવી છે. આ બિલનું કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસે વિરોધ કર્યો અને આ બિલમાં કેટલીય કમી જણાવી. બંને પાર્ટીઓએ કહ્યું કે આ બિલ લોકોમાં ભાગલા કરનાર છે.

સરકારે સ્પષ્ટ વલણ રાખ્યું

સરકારે સ્પષ્ટ વલણ રાખ્યું

જ્યારે આ બિલ વિશે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યં કે નાગરિકતા સંશોધન બિલથી શરણાર્થીઓને લાભ મળશે. તેમણે કહ્યું કે આ બિલ માત્ર આસામ માટે જ નથી, આ એવા તમામ પ્રવાસીઓ માટે પણ છે જેઓ પશ્ચિમી બોર્ડરથી આવ્યા છે અને પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં વસી ગયા છે. રાજનાથ સિંહે કહ્યું કે અમે NCRને લઈ પ્રતિબદ્ધ છીએ. આ બિલના કારણે NCRમાં કોઈ ભેદભાવ નહી થાય.

સોલાપુરમાં મોદીઃ અમે સમસ્યાઓ ઉકેલવાનું વચન આપ્યુ હતુ અને તે કરીને બતાવ્યુ સોલાપુરમાં મોદીઃ અમે સમસ્યાઓ ઉકેલવાનું વચન આપ્યુ હતુ અને તે કરીને બતાવ્યુ

English summary
BJP spokesperson resign from all his post after Citizenship bill passed in Loksabha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X