For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ના હિન્દુ ખરાબ છે ના મુસલમાન, ખરાબ છે કોંગ્રેસનું ઇમાન'

|
Google Oneindia Gujarati News

rajnath-singh-bjp
નવી દિલ્હી, 20 ફેબ્રુઆરીઃ ભારતીય જનતા પાર્ટી આજે દિલ્હીમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ મોરચો કાઢી રહી છે. આ મોરચા દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે જંતર-મંતર પર ઉપસ્થિત પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે ભાજપ શિંદેને ત્યાં સુધી માફ નહીં કરે જ્યાં સુધી તે પોતાનું નિવેદન પરત લેતા નથી. રાજનાથ સિંહે કહ્યું કે ભાજપ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવશે અને રસ્તાઓ પર પોતાનો વિરોધ પ્રદર્શન ત્યાં સુધી ચાલું રાખશે જ્યાં સુધી શિંદેને ગૃહમંત્રી પદ પરથી હટાવવામાં ના આવે.

નોંધનીય છે કે દિલ્હીમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ ભાજપના તમામ નેતા જંતર-મંતર પર એકત્ર થયા છે. અહીં ઉપસ્થિત તમામ નેતાઓને સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ભગવા આતંકવાદને લઇને શિંદેને નિવેદન પરત લેવા માટે કહે. તેમણે કહ્યું છે કે ના તો હિન્દુ ખરાબ છે અને ના તો મુસલમાન, ખરાબ છે તો કોંગ્રેસનું ઇમાન. સર્વદળીય બેઠક બાદ સુષ્મા સ્વરાજે પણ કહ્યું કે પહેલા શિંદે માફી માંગ પછી સંસદમાં સહયોગ કરવામાં આવશે.

નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં ગૃહમંત્રીએ આરએસએસ અને ભાજપના કેમ્પમાં આતંકવાદની ટ્રેનિગ આપવામાં આવી રહી હોવાની વાત કરી હતી. ત્યારબાદ ભાજપે શિંદે વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. મંગળવારે રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે, શિંદેજી લોકસભામાં પક્ષના નેતા છે. તેમના પર આરોપ લાગ્યા છે. તેમણે માફી માંગવી જોઇએ.

English summary
In the wake of BJP's protests over his Hindu terror remark, HM Sushil kumar Shinde is likely to talk to senior party leader Sushma Swaraj to find a way out to ensure smooth functioning of Parliament during the Budget session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X