લોકસભાની ચૂંટણીમાં 450 સીટો પરથી ઉમેદવાર ઉભા રાખશે: રાજનાથ

ચેન્નઇ, 27 સપ્ટેમ્બર: ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું હતું કે તેમની પાર્ટી આગામી વર્ષે 2014માં યોજાનારી ચૂંટણીમાં 450 લોકસભાની સીટો પરથી ઉમેદવાર ઉતારવાની અને 272 સીટો પર જેત પ્રાપ્ત કરવાની યોજના બનાવી રહી છે જેથી પોતાના દમ પર કેન્દ્રમાં સરકાર બનાવી શકાય.

સુપ્રીમ કોર્ટના ઇવીએમ અને મતપત્રો પર રાઇટ ટૂ રિજેક્ટના આદેશ પર રાજનાથ સિંહે ચૂંટણી સમિતિ સાથે સર્વદળીય બેઠક બોલાવવાનો આગ્રહ કર્યો હતો. અહીં તેમને સંવાદદાતાઓને કહ્યું હતું કે 'અમે 450 સીટો પરથી ચૂંટણી લડીશુ અને 272 સીટોને જીતવાનો ટાર્ગેટ રાખીશું.'

rajnath-singh

ફક્ત હિંદી વિસ્તાર અને કેટલાક અન્ય વિસ્તારોમાં મજબૂત ગણવામાં આવતી પાર્ટીએ વધારાની 100 સીટો પર ચૂંટણી લડવાની યોજના વિશે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે અમે દક્ષિણમાં ચૂંટણી લડીશુ. અમે દક્ષિણમાં પણ આગળ વધી રહ્યાં છીએ. જે વિસ્તારોમાં પાર્ટી મજબૂત માનવામાં આવે છે ત્યાં 300 થી 350 સીટો આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X