BJP 7 એપ્રિલે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે
નવી દિલ્હી, 3 એપ્રિલ : ભાજપે ગુરુવારે કરેલી જાહેરાત અનુસાર તેનો ચૂંટણી ઢંઢેરો 7 એપ્રિલના રોજ જાહેર કરશે. આ દિવસથી જ દેશમાં લોકસભા ચૂંટણી 2014નો પ્રારંભ થઇ રહ્યો છે.
નોંધનીય છે કે ભાજપમાં ચૂંટણી ઢંઢેરાની વિગતો તૈયાર કરવા માટે પહેલાથી જ ટીમ મોદી અને ટીમ મુરલી મનોહર જોશી વચ્ચે ગરમાગરમી ચાલી રહી હતી. નરેન્દ્ર મોદીની ટીમને લાગ્યું હતું કે જોશીની ટીમે તૈયાર કરેલા ઢંઢેરામાં વિકાસને લગતા મુદ્દાઓ રજૂ કરવામાં કચાશ રહી છે. આ કારણે તેમણે છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો સૂચવ્યા હતા.

સામાન્ય રીતે ચૂંટણી ઢંઢેરો ચૂંટણી શરૂ થવાના દિવસો પહેલા કે સપ્તાહો પહેલા જાહેર કરવામાં આવે છે. તેનો હેતુ પાર્ટી ચૂંટાઇ આવશે તો પ્રજા માટે કયા કાર્યો કરશે તેની વિગતો આપેલી હોય છે. જેને સમજીને મતદાતાઓ મતદાન કરતા સમયે કોને વોટ આપવો તેનો નિર્ણય લેતા હોય છે. કોંગ્રેસ અને સપા પોતાનો ઢંઢેરો જાહેર કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે સમાજવાદીએ પોતાના ઢંઢેરામાં મુસ્લિમો અને ગરીબોને માટે વિવિધ યોજનાઓ લાવવાનું અને તેમની સ્થિતિ સુધારવાની વાત કરી છે. એવી જ રીતે કોંગ્રેસે પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં વિકાસલક્ષી વાત કરી છે.












Click it and Unblock the Notifications
