For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2019 લોકસભા ઈલેક્શન પછી બીજેપી સત્તાથી બહાર થશે: ચંદ્રબાબુ નાયડુ

લોકસભા ઈલેક્શન થવામાં હજુ ઘણો સમય છે તેમ છતાં બધી જ પાર્ટીઓ ઘ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

લોકસભા ઈલેક્શન થવામાં હજુ ઘણો સમય છે તેમ છતાં બધી જ પાર્ટીઓ ઘ્વારા તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપા સામે બધી જ ક્ષેત્રીય પાર્ટી ભેગી થઇ રહી છે. ક્યારેક મોદી સરકારનો હિસ્સો રહેલી આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી ઘ્વારા ભાજપા સામે મોરચો ખોલી નાખ્યો છે. પાર્ટી મુખ્યા અને આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2019 લોકસભા ઇલેક્શનમાં ભાજપ ચોક્કસ સત્તાથી બહાર થશે. તેમને આગળ જણાવ્યું કે લોકસભા ઈલેક્શન 2019 દરમિયાન ક્ષેત્રીય પાર્ટી કિંગ મેકર બનશે.

chandrababu naidu

ચંદ્રબાબુ નાયડુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2019 લોકસભા ઈલેક્શનમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે બધી જ ક્ષેત્રીય પાર્ટીઓ એક સાથે આવી રહી છે. તેમને કહ્યું કે વર્ષ 2019 ઈલેક્શનમાં ચોક્કસ ભાજપને હારનો સ્વાદ ચાખવો પડશે. આવનારા લોકસભા ઇલેક્શનમાં બીજેપી સત્તાથી બહાર થશે અને ક્ષેત્રીય પાર્ટીઓ કિંગ મેકર બનશે.

કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણ દરમિયાન બધી જ ક્ષેત્રીય પાર્ટીના નેતાઓ એક સાથે એક મંચ પર આવ્યા હતા. કર્ણાટકમાં કુમારસ્વામી શપથ ગ્રહણ વિપક્ષ નેતાઓ માટે ગઠબંધન મંચ બન્યું હતું. આ દ્રશ્ય 2019 લોકસભા ઈલેક્શનમાં શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 2019 લોકસભા ઇલેક્શનમાં કોંગ્રેસ બધા જ વિપક્ષી દળોને સાથે લાવવામાં સફળ થઇ શકશે.

English summary
BJP will definitely not come to power in 2019 loksabha election: Chandrababu naidu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X