કંસની જેમ ભાજપ કેજરીવાલના હાથે ખતમ થશે - રાઘવ ચઢ્ઢા
દિલ્હી દારુ કૌભાંડ (Delhi Liquor Scam) માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સીબીઆઇ દ્વારા પૂછપરછ માટે બોલાવા પર આમ આદમી પાર્ટી સાંસદ રાઘવ ચઢ્ઢાને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે.
પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કરતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, ભાજપ આમ આદમી પાર્ટીથી ડરી રહી છે. જે કારણે તે આપને કચળવા માંગે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીનું કંઇ બગાડી શકાશે નહીં.

આ દરમિયાન મનીષ સિસોદિયા પર ચાલી રહેલા 100 કરોડના કૌભાંડ પર બોલતા રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, તેમને 14 ફોન સળગાવવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. મનિષ સિસોદિયાના ઘર, બેંક, દૂરના સંબંધીઓના ઘરે પણ રેડ કરવામાં આવી હતી, પરંતુ એક પૈસો પણ મળ્યો ન હતો.
ED, CBI લોકો કહી રહ્યા છે કે, મનિષ સિસોદિયાએ 100 કરોડનું કૌભાંડ કર્યું છે, જો તેમણે કર્યું છે, તો બતાવો પૈસા ક્યાં છે? સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલ તપાસ એજન્સીઓથી ડરતા નથી.
આ પહેલા રાઘવે ટ્વીટ કર્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપના લોકોને નિંદ્રાધીન રાતો આપી છે... દિવસ-રાત માત્ર કેજરીવાલ તેમના સપનામાં આવે છે અને તેમને ઊંઘમાં ડરાવે છે... CBIનું આ સમન ભાજપનો કેજરીવાલ ફોબિયા છે. એ દર્શાવે છે... એટલું જ નહીં, તેમણે આગળ લખ્યું છે કે, અમે તમારી CBI-ED થી ડરતા નથી..."
जिस तरह कंस को पता था कि श्री कृष्ण उसका वध करेंगे और उसने श्री कृष्ण के ख़िलाफ़ साज़िशें रची लेकिन उनका बाल भी बाँका न कर पाया, उसी तरह बीजेपी जानती है कि उसका अंत केजरीवाल के हाथों होगा।
— Raghav Chadha (@raghav_chadha) April 15, 2023
अरविंद केजरीवाल जी को CBI का नोटिस बीजेपी के डर और बौखलाहट का संकेत है। pic.twitter.com/wxtRYsZ7ws
રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, જેમ કંસ જાણતો હતો કે, શ્રી કૃષ્ણ તેને મારી નાખશે અને શ્રી કૃષ્ણ વિરુદ્ધ કાવતરાં રચ્યા પણ તેનો વાળ પણ વાંકો કરી શક્યા નહીં, તેવી જ રીતે ભાજપ જાણે છે કે, તેનો અંત કેજરીવાલના હાથે જ થશે. અરવિંદ કેજરીવાલ જીને સીબીઆઈની નોટિસ એ બીજેપીના ડર અને ગભરાટની નિશાની છે.












Click it and Unblock the Notifications
