મોદીની મુંબઇ રેલીમાં યુએસ ડિપ્લોમેટને આપેલું આમંત્રણ રદ
મુંબઇ, 22 ડિસેમ્બર: ન્યૂયોર્કમાં ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રાગડેની સાથે ગેરવર્તણૂકથી નારાજ ભાજપે રવિવારે મુંબઇમાં યોજાનારી નરેન્દ્ર મોદીની મહાગર્જના રેલીમાં ભાગ લેવા માટે ત્યાંના વાણિજ્ય દૂતાવાસને પોતાના તરફથી આપેલું આમંત્રણ રદ કરી દિધું છે.
ભાજપના મહાસચિવ અને મહારાષ્ટ્રના પ્રદેશ પ્રભાવી રાજીવ પ્રતાપ રૂડીએ જણાવ્યું હતું કે પાર્ટીએ નરેન્દ્ર મોદીની રેલી માટે અમેરિકા સહિત વિભિન્ન દેશોના 141 દૂતાવાસોને આમંત્રણ આપ્યું હતું. તેમને કહ્યું હતું કે 'ભાજપની મહારાષ્ટ્ર એકમની રેલીમાં આવવા માટે ઇ-મેલના માધ્યમથી વાણિજ્ય દૂતાવાસોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ ભારતીય રાજદૂત દેવયાની ખોબ્રાગડેની સાથે ન્યૂયોર્કમાં જે કંઇ થયું છે તેની પૃષ્ઠભૂમિમાં હવે અમે સ્પષ્ટરૂપથી અમેરિકી વાણિજ્ય દૂતાવાસને આપેલું આમંત્રણ રદ કરી દિધું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશની આર્થિક રાજધાની મુંબઇના એમએમઆરડીએ મેદાન પર આજે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની મહાગર્જના રેલી યોજાઇ રહી છે. આ રેલીની સૌથી મોટી ખાસ વાત એ છ કે તેમાં મહાનગરના 10 હજાર ચા વેચનારાઓને ખાસ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી આજે બપોરે લગભગ એક વાગે વિશાળ જનસભાને સંબોધિત કરશે.












Click it and Unblock the Notifications
