ભાજપની મહિલા કાર્યકર્તાએ વારાસણીમાં જયસ્વાલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો

કોલસા મંત્રી વિરૂદ્ધ કેસ દાખલ કરાવનારી મહિલા નેતા મીના ચૌબે નારી જાગરણ પત્રિકાની એડિટર છે. તેમને સીજેએમ અમરનાથ કુશવાહાની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ મુદ્દે મીના ચૌબેને 2 ઑક્ટોબરના રોજ નિવેદન આપવા માટે બોલાવી છે. સાથે સાથે હવે પછીની સુનાવણી માટે કેસ એસીજેએમની કોર્ટમાં સ્થળાંતરીત કરી દિધો છે.
શિવપુરી થાણેના આનંદનગરની રહેવાસી મીના ચૌબેએ પોતાના આરોપોમાં કહ્યું છે કે 30 સપ્ટેમ્બરે જયસ્વાલે પોતાના જન્મદિવસે કિદવાઇ નગર (કાનપુર)માં કવિ સંમેલનનું આયોજન કરાવ્યું હતું. સંમેલન દરમિયાન તેમને પુરા વિશ્વાસ સાથે મહિલાઓનું અપમાન કર્યું હતું. મીના ચૌબેએ ફરિયાદમાં લખ્યું છે કે જ્યાં નારી શક્તિની પૂજા કરવામાં આવે છે ત્યાં ભારત સરકારના કેન્દ્રિય મંત્રીનું આવું અશ્લીલ નિવેદન માનસિક નાદારીનું પ્રતિક છે.
મીના ચૌબેનું કહેવું છે કે સમાચારપત્રો અને ટેલીવિઝન પર તેમને જોઇ ભારે દુખ પહોંચ્યું હતું કે સંવેધાનિક પદ પર રહેતાં એક જવાબદારમંત્રી આવું નિવેદન કેવી રીતે આપી શકે. ફરિયાદ મુજબ એમ પણ કહેવામાં આવે છે કે ઘટનાના સંબંધમાં એસએસપીને પ્રાર્થના પત્ર પણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં કોર્ટના શરણે જવું પડ્યું છે.












Click it and Unblock the Notifications
