નક્સલવાદીઓના પૈસાથી ભાજપ ચુંટણી જીતે છે: દિગ્વિજય સિંહ

દિગ્વિજય સિંહે શનિવારે સાંજે ભોપાલ એરપોર્ટ પર સંવાદદાતાઓ સાથે વાત કરતાં કહ્યું હતું કે છત્તીસગઢમાં જ્યાં નક્સલવાદીઓનો પ્રભાવ છે, ત્યાં ભાજપ ભારે મતો સાથે જીત્યું છે.
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ એ પણ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારમાં આરએસએસની દાદાગીરી છે. દિગ્વિજય સિંહે જલદી તે બિલ્ડરોના નામનો ખુલાસો કરવાની વાત કરી છે જેમના પાસેથી ભાજપ દાન વસૂલે છે. બુલંદખંડ પેકેજ વિશે પૂછવામાં આવતાં દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે આના અમલથી પ્રદેશમાં ભારે ભ્રષ્ટાચાર વધશે.
દિગ્વિજય સિંહે રતન ટાટાના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો જેમાં રતન ટાટાએ સરકાર પર ઉદ્યોગપતિને આગળ વધવા ન દેવાનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે રતન જેવા વરિષ્ઠ ઉદ્યોગપતિએ આવું નિવેદન આપવું ન જોઇએ. જો કે તેમને કહ્યું હતું કે રતન ટાટાએ ચીન વિશે આવી વાત કહી હશે.












Click it and Unblock the Notifications
