For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો

NRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનઆરસી મુદ્દે નિવેદન આપ્યું હતું, જેને લઈ ભારતીય જનતા પાર્ટી વિરોધમાં ઉતરી ગઈ છે. ભાજપના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલના ઘર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો દિલ્હીમાં એનઆરસી લાગૂ થયું તો સૌથી પહેલા ભાજપી સાંસદ મનોજ તિવારી જશે. મુખ્યમંત્રીએ એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન આ વાત કહી હતી.

arvind kejariwal

મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ નિવેદન બાદ ભાજપના સાંસદ મનોજ તિવરીએ પલટવાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ પોતાની માનસિક સ્થિરતા ગુમાવી ચૂક્યા છે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો બીજા રાજ્યથી દિલ્હીમાં આવીને વસ્યા છે, તેમને તમે વિદેશી માની રહ્યા છો. તમે તેમને દિલ્હીથી ભગાડીને બહાર કરી દેવા માંગો છો. તમે પણ તેમાંના જ એક છો. જો આ તેમનો ઈરાદો છે તો મને લાગે છે કે તેઓ પોતાની માનસિક સ્થિરતા ગુમાવી ચૂક્યા છે. કોઈ IRS અધિકારીને આ કેવી રીતે ખબર નથી કે એનઆરસી શું છે.

ઉલ્લેખનીય છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ જ્યારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી બહાર જવા લાગ્યા તો તેમને મીડિયાકર્મીએ એનઆરસીને લઈ સવાલ કર્યો જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો દિલ્હીમાં એનઆરસી લાગૂ થયું તો સૌથી પહેલા મનોજ તિવારી બહાર જશે.

<strong>જળવાયુ પરિવર્તનથી થનારા આ 6 ગંભીર પરિણામો, જે દુનિયા જોશે</strong>જળવાયુ પરિવર્તનથી થનારા આ 6 ગંભીર પરિણામો, જે દુનિયા જોશે

English summary
BJP workers clash outside Kejriwal's house following a statement on the NRC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X