બીજેપીમાં પરિવારવાદની ભરમાર, આટલા નેતાઓના પરિવારજનોને ટિકિટ અપાઈ

લોકસભા ચૂંટણીને લઈને બીજેપીએ તેની પહેલી યાદી જાહેર કરી દીધી છે. પરિવારવાદને લઈને વિપક્ષ પર હુમલા કરતી બીજેપીના આ લિસ્ટમાં પરિવારવાદની ભરમાર જોવા મળી છે.

02 માર્ચે જાહેર કરાયેલી 195 ઉમેદવારોની પહેલી યાદીમાં પીએમ મોદી સહિત 34 કેબિનેટ મંત્રીઓના નામ સામેલ છે. આ લિસ્ટમાં પક્ષ દ્વારા ઘણા નેતાઓના સંતાનોને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

BJP

બીજેપીની પ્રથમ યાદીમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 194 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ અનેક દિગ્ગજ નેતાઓના સંતાનોને પણ ટિકિટ આપી છે.

અનિલ કે. એન્ટની
કોંગ્રેસ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કેરળ કોંગ્રેસના નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ કે. એન્ટનીને કેરળની પથાનમથિટ્ટા સીટ પરથી બીજેપીએ મેદાનમાં ઉતાર્યા છે. અનિલ એન્ટનીએ 2023માં જ કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને બીજેપીમાં જોડાયા હતા.

બાસુંરી સ્વરાજ
સુષ્મા સ્વરાજની પુત્રી બાસુંરી સ્વરાજનું નામ પણ આ યાદીમાં સામેલ છે. બીજેપીએ નવી દિલ્હીથી બાસુંરી સ્વરાજને ટિકિટ આપી છે. પાર્ટીએ નવી દિલ્હી બેઠક પરથી વર્તમાન સાંસદ અને કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીની ટિકિટ કાપી છે.

રાજવીર સિંહ
યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના પુત્ર રાજવીર સિંહને પણ પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે. રાજવીર સિંહ યુપીની એટા બેઠક પરથી ચૂંટણી લડશે.

દુષ્યંત સિંહ
પાર્ટીએ ફરી એકવાર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેના પુત્ર દુષ્યંત સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઝાલાવાડ-બારણના વર્તમાન સાંસદ દુષ્યંત ફરી એકવાર પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે.

પીએમના પૂર્વ ખાનગી સચિવના પુત્રને ટિકિટ
આ સિવાય પાર્ટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ ખાનગી સચિવ નિવૃત્ત IAS અધિકારી નૃપેન્દ્ર મિશ્રાના પુત્રને પણ ટિકિટ આપી છે. નૃપેન્દ્ર મિશ્રાના પુત્ર સાકેત મિશ્રાને યુપીની શ્રાવસ્તી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

જ્યોતિ મિર્ધાને ટિકિટ
સપ્ટેમ્બર 2023માં કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાનાર રાજસ્થાનના દિગ્ગજ જાટ નેતા નાથુરામ મિર્ધાની પૌત્રી જ્યોતિ મિર્ધાને નાગૌરથી ટિકિટ મળી છે. તેણીને પણ એ જ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X