For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Blackbuck Verdict: સલમાન ખાને કંઈક આ રીતે જેલમાં રાત વિતાવી

કાળા હરણ મામલે સલમાન ખાનને 5 વર્ષ ની સજા ફટકારવામાં આવી છે. આ સજાની પહેલી રાત તેઓ જેલમાં વિતાવી ચુક્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કાળા હરણ મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજાની પહેલી રાત તેઓ જેલમાં વિતાવી ચુક્યા છે. મળતી જાણકારી અનુસાર સલમાન ખાનની પહેલી રાત જેલ ખુબ જ બેચેની ભરી રહી. તેઓ ખુબ જ પરેશાન દેખાઈ રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ મોડી રાત સુધી જાગતા રહ્યા અને બેરેકની બહાર લગભગ રાત્રે 12.30 સુધી ટહેલતા રહ્યા. સલમાન ખાને રાત્રે ભોજન પણ કર્યું નથી. તેમને જમવામાં રાત્રે રોટી, કોબીજનું શાક અને ચનાની દાળ આપવામાં આવી હતી. પરંતુ સલમાન ખાને ખાવાથી ઇન્કાર કરી દીધો.

સલમાને નાસ્તો પણ કર્યો નથી

સલમાને નાસ્તો પણ કર્યો નથી

એટલું જ નહીં પરંતુ સવારે જયારે તેઓ સવારે 6.30 વાગ્યે ઉઠ્યા અને તેમને નાસ્તામાં દલિયા આપવામાં આવ્યા જેને સલમાન ખાને ખાધા નહીં. આપને જણાવી દઈએ કે સલમાન ખાન પરિવાર ઘ્વારા જેલ કેન્ટીનમાં 400 રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. જેથી તેઓ પોતાના માટે મનપસંદ વસ્તુ ઓર્ડર કરી શકે.

સલમાન ખાને જેલના કપડાં પહેરવાથી પણ ઇન્કાર કર્યો

સલમાન ખાને જેલના કપડાં પહેરવાથી પણ ઇન્કાર કર્યો

ખબર મળી છે કે સલમાન ખાને આજે સવારે જેલ કેન્ટીંગમાંથી બ્રેડ અને દૂધ ખરીદ્યા હતા. સલમાન ખાને જેલના કપડાં પહેરવાથી પણ ઇન્કાર કર્યો. તેઓ એજ કપડાંમાં રહ્યા જે તમને સુનાવણી દરમિયાન પહેર્યા હતા. સલમાન ખાને કોઈની પણ સાથે વાત કરી નહીં.

સલમાન ખાનને 5 વર્ષની સજા

સલમાન ખાનને 5 વર્ષની સજા

ધ્યાન આપવા જેવી બાબત છે કે આજે સલમાન ખાનની અરજી પર સુનાવણી કરવામાં આવશે. ગુરુવારે જોધપુર અદાલત ઘ્વારા કાળા હરણ મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા આપવામાં આવી હતી.

20 વર્ષ પછી ચુકાદો

20 વર્ષ પછી ચુકાદો

20 વર્ષ જુના કેસમાં આખરે કોર્ટ ઘ્વારા સલમાન ખાનને સજા આપવામાં આવી હતી. પરંતુ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ અને નીલમ ને કોર્ટ ઘ્વારા રાહત આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

English summary
After spending the night in the Jodhpur jail, actor Salman Khan's bail hearing comes up on Friday morning. The actor's bail plea is slated to be heard at 10:30 am on Friday morning in a Jodhpur local court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X