• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હૈદરાબાદમાં શ્રેણીબદ્ધ 3 વિસ્ફોટઃ 16ના મોત

|

હૈદરાબાદ, 21 ફેબ્રુઆરીઃ આંધ્ર પ્રદેશના હૈદરાબાદના દિલસુખ નગર બસસ્ટોપ પાસે બે ધમાકા થયા છે. જેમાં 13 લોકોના મોત નિપજ્યા છે. 83થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. ધમાકા બાદ ગીચ વિસ્તાર હોવાના કારણે એમ્બ્યુલન્સ સેવા ત્યાં પહોંચાડવામાં વિક્ષેપ પડી રહ્યો છે. હાલ બચાવ કાર્ય શરૂ છે, ધમાકો થયો એ સ્થળથી નજીકમાં નજીક આવેલા હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોને પહોંચડાવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Upadate: 1.49

હૈદરાબાદના એકદમ ગીચ અને વ્યસ્ત દિલસુખનગર વિસ્તારમાં મોડી રાત્રે થયેલા આતંકવાદી હુમલામાં 16 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 100થી વધુ લોકો ધાયલ થયા છે. આ વિસ્તારમાં એક પછી એક શક્તિશાળી આઇઇડી વિસ્ફોટ થયા હતા. મૃતકોના આંકડાની પુષ્ટિ આજે કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કરી હતી. તેમને કહ્યું હતું કે 119 લોકો ઘાયલ થયા તથા છ લોકો ગંભીર રીતે ઘાયલ છે. ઇજાગ્રસ્ત લોકોમાં કેટલાકની સ્થિતી ચિંતાજનક છે.

સાઇબરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોર્ણાક અને વેંકટાદિરી થિયેટરો નજીક એક ઢાબાની બહાર બે સાયકલો પર બાંધવામાં રાખવામાં આવેલા આઇઇડી વિસ્ફોટ વ્યસ્ત સમયે થયો હતો જ્યારે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી અફરાતફરી મચી હતી અને લોકો સુરક્ષા માટે આમતેમ દોડધામ કરવા લાગ્યા હતા.

શુક્રવારે સવારે કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડી કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતીનું..... કર્યું હતું. સુશીલ કુમાર શિંદેના જણાવ્યા અનુસાર બોમ્બ બ્લાસ્ટ પહેલાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તે નોમર્લ એલર્ટ હતો અને તેની વધુ જાણકારી ગુપ્તચર પાસે ન હતી. આ અંગે સુશીલ કુમાર શિંદે આજે બંને સદનોમાં નિવેદન આપશે.

હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટને તપાસ માટે રાજ્ય સરકારે પોલીસ બે ટીમ બનાવી છે. સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે એનઆઇએ તપાસમાં રાજ્ય પોલીસની તપાસ કરશે. ફોરેન્સિક રિપોર્ટના જણાવ્યા અનુસાર હૈદરાબાદ બોમ્બ વિસ્ફોટમાં આતંકવાદીઓએ એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો. રિપોર્ટના અનુસાર બોમ્બનું વજન ત્રણ કિલોથી વધુ હતું. દરેક બોમ્બમાં એમોનિયમ નાઇટ્રેટની સાથે એક કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સુશીલ કુમાર શિંદે કહ્યું હતું કે બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલુ છે. તેમને તેના માટે કોઇપણ આતંકવાદી સંગઠનનું નામ લીધું નથી. તેમને કહ્યું હતું કે તપાસ પુરી થયા બાદ તે અંગે ખુલાસો કરવામાં આવશે. કેન્દ્ર સરકારે આ બોમ્બ વિસ્ફોટમાં મૃત્યું પામેલા લોકોના પરિવારજનો અને ધાયલોના પરિવારજનોને વળતર આપવાની જાહેરાત કરી છે. તેમને પોલીસની લાપરવાહી ન હોવા અંગે પણ સ્પષ્ટ કર્યું હતું. તેમને કહ્યું હતું કે ગુપ્તચર વિભાગને કોઇ ખાસ વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ કરાવવાની નક્કર જાણકારી મળી ન હતી.

હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટની આડમાં રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આજે આંધ્ર પ્રદેશ ભાજપે હૈદરાબાદ બંધનું આહવાન કર્યું છે જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી કિરણ રેડ્ડીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુનેગારોને જલદી પકડવામાં આવશે.

હાલ પ્રાથમિકતા સ્થળ પરના હાલત વણસે નહીં અને ઇજાગ્રસ્તોને સારવાર પુરી પાડવાની છે. વિસ્ફોટ જે રીતે કરવામાં આવ્યા છે તેના પરથી એ વાત સ્પષ્ટપણે જણાઇ આવે છે કે આતંકવાદીઓ સૌથી વધુ નુક્સાન પહોંચાડવા માગતા હતા. નોંધનીય છે કે, આજથી બજેટ સત્ર શરૂ થયું છે અને તેવા સમયમાં હૈદરાબાદમાં જે હુમલાઓ થયા છે તેના કારણે ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે માટે આગામી સમય પડકારજનક સાબિત થઇ શકે છે. સંસદમાં આ વિસ્ફોટને લઇને હંગમો મચાવવામાં આવે તેવી સંભાવનાઓને નકારી શકાય તેમ નથી.

અપડેટઃ 8.38 પીએમ

કેન્દ્રીય સુચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ હૈદરાબાદમાં જે ઘટના ઘટી છે તેને દુઃખદ અને નિંદનીય ગણાવી છે અને આ ઘટનાની કડક શબ્દોમાં નીંદા કરીએ છીએ. ગૃહમંત્રાલયે પ્રદેશ મંત્રાલયનો સંપર્ક કર્યો છે અને માહિતીની રાહ જોવાઇ રહી છે. અમારી સાંતવના એ લોકો સાથે છે, જે આ ઘટનાનો ભોગ બન્યા છે. સુશિલ કુમાર શિંદેએ કહ્યું છે કે, મુખ્યમંત્રી સાથે વાતચીત થઇ, તેમાં બે બાઇક પર બ્લાસ્ટ થયા. જેમાં એક જગ્યા પર થયેલા વિસ્ફોટમાં 8 અને એક સ્થળ પર ત્રણ લોકોના મોત થયા છે. 50થી વધારે લોકોને ઇજા પહોંચી છે. તમામ ધમાકા 100 મીટરની અંદર થયા છે. આજે પણ તમામ રાજ્યોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે એનઆઇએ, એનએસજી અને આઇબીની ટીમ પહોંચી છે. વિસ્ફોટ જે રીતે થયા છે. તેનાથી મૃત્યાંક વધે તેવી સંભાવના શિંદે દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અપડેટઃ 8.34 પીએમ

હૈદરાબાદમાં પહેલેથી જ માહોલ સંવેદનશીલ બની રહ્યો છે. ત્યારે આજની ઘટનાએ માહોલને વધારે સંવેદનશીલ બની ગયો છે. હાલ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટકને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. મુંબઇ સહિતના અનેક શહેરોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એપી 29જી 5294 નંબરની બાઇકમાં વિસ્ફોટ કરવામાં આવ્યા છે. વિસ્ફોટ બાઇક પર ટીફીન રાખીને કરવામાં આવ્યા છે.

વિસ્ફોટ થતાની સાથે જ લોકોમાં ગભરાહટ ફેલાઇ ગઇ હતી અને અફરા તફરીનો માહોલ છવાઇ ગયો હતો. વિસ્ફોટ સાંજના સાત વાગ્યાથી સાતને 10 મિનિટની વચ્ચે ત્રણ સ્થળો પર થયાં છે. માહિતી અનુસાર એનએસજીની ટીમ પણ હૈદરાબાદ રવાના થશે. વિસ્ફોટ થયો તે સમયે થિયેટરમાં 400થી વધારે લોકો હાજર હતા. ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે દ્વારા બે વિસ્ફોટ અને 10 લોકોના મોત થયા હોવાની વાતની પૃષ્ટિ કરી છે.

અપડેટઃ 8.30 પીએમ

હૈદરાબાદમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટના પગલે પંજાબ અને હરિયાણાને હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ રિમોટથી આ વિસ્ફોટ કરવામાં આવ્યા નથી, પરંતુ ટાઇમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હૈદરાબાદમાં જે વિસ્ફોટ કરવામાં આવ્યા છે તે માટેનો સમય એવો પસંદ કરવામાં આવ્યો છે કે જેના કારણે આ વિસ્ફોટ આખા દેશને હચમાચવી શકે તેમ છે. ખાસ કરીને રાજકારણમાં આ વિસ્ફોટથી ગરમાવો આવી શકે છે.

અપડેટઃ 8.19 પીએમ

આનંદ કિશન સેન્ટર, વેંક્ટાદ્રિ થિયેટર અને કોર્ણાક થિયેટર આ ત્રણ જગ્યા પર એક પછી એક ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે. માહિતી અનુસાર ઇન્ડિયન મુઝાહિદ્દીન દ્વારા આ હુમલાઓ કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. મુંબઇ એટીએસની ટીમ પણ હૈદરાબાદ જવા માટે રવાના થઇ ગઇ હોવાના અહેવાલ છે. મૃત્યાંક વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગૃહ વિભાગ દ્વારા બે વિસ્ફોટની વાત કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિકોના મતે ત્રણ વિસ્ફોટ થયા છે. ઉલ્લેખનીય છે કે 25 ઓગસ્ટ 2007માં પણ હૈદરાબાદમાં વિસ્ફોટ કરવામાં આવ્યા હતા, ત્યારે પણ બે સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જે લુમ્બિની એમ્યુસમેન્ટ પાર્ક અને ગોકુલ ચાટ ભંડાર ખાતે હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 41 લોકોના મોત નિપજ્યાં હતા અને 54થી વધુ લોકોને ઇજા થઇ હતી. આ ધમાકાની શંકા હરકત ઉલ જિહાદી ઇસ્લામી પર કરવામાં આવી હતી.

અપડેટઃ 8.00 પીએમ

હૈદરાબાદમાં ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા છે. એક ધમાકો દિલસુખ નગર અને બીજા બે ધમાકા સીનેમા ઘર પાસે થયા છે. ધમાકાને લઇને માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં પરંતુ કેન્દ્રીય સ્તરે પણ બેઠકો મળી રહી છે. કેન્દ્રિય કેબીનેટમાં હૈદરાબાદ ધમાકાને લઇને ચર્ચા કરવામાં આવી છે. માહિતી અનુસાર મુખ્યમંત્રી દ્વારા તત્કાળ બેઠક બોલાવવામાં આવી છે. એનઆઇએની ટીમ હૈદરાબાદ જવા માટે રવાના થઇ ગઇ છે. આ હુમલો આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

hyderabad-blast-graphic
અપડેટઃ 7.50પીએમ

પહેલો વિસ્ફોટ 7.01 વાગ્યે થયો હતો. અત્યારે જાણવા મળેલા આંકડા અનુસાર 11ના મોત નિપજ્યા છે અને 20થી વધુ લોકોના મોત નિપજ્યા છે. હૈદરાબાદમાં થયેલા ધમાકાને પગલે સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારમાં મોબાઇલ જામ થઇ ગયા છે. ઇજાગ્રસ્તોને એશ્વર્યા, નિમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. એક બાઇકમાં આ વિસ્ફોટ કરવામાં આવ્યા છે. અત્રે એ વાત નોંધનીય છે કે 2002માં પણ હૈદરાબાદના દિલસુખનગરમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં બે લોકોના મોત નિપજ્યાં હતા.

અપડેટઃ 7.41 પીએમ

હૈદરાબાદમાં બે ધમાકા થયા છે તે અંગેની માહિતી ગૃહમંત્રાલયને મળી છે, તેમાં એક ધમાકો બસ સ્ટેન્ડ પાસે અને બીજો ધમાકો સીનેમા હોલ પાસે થયો છે. બોમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળે પહોંચી છે, આખા વિસ્તારની ઘેરાબંદી કરવામાં આવી છે. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ તમામ રાજ્યોને જણાવી દેવામાં આવ્યું હતું કે ઇન્ડિયન મુઝાહિદ્દિન દ્વારા આતંકવાદી હુમલો કરવામાં આવી શકે છે.

અપડેટઃ 7.38 પીએમ

બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ઘટનાને લઇને તત્કાળ બેઠક બોલાવવામાં આવે તેવી શક્યતા છે. હજુ સુધી એ વાતનો ખુલાસો થયો નથી કે આ ધમાકા પાછળ કોનો હાથ છે અથવા તો ધમાકા પાછળનું કારણ કસાબ અને અફઝલ ગુરુને ફાંસી આપવાનો છે કે નહીં.

દિલસુખ નગર હૈદરાબાદનો સૌથી વ્યસ્ત વિસ્તાર છે. બસ સ્ટેન્ડ અને સિનેમાં હોલ પાસે ધમાકો થયો છે. ધમાકો થવા પાછળનું કારણ શું છે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારની ઘરેબંધી કરી દેવામાં આવી છે. ઘમાકો એટલો જોરદાર હતો કે સિનેમા હોલની બાજુમાં આવેલી રહેણાંક બિલ્ડિંગ પણ કંપી ઉઠી હતી.

અત્રે નોંધનીય છે કે કર્ણાટકમાં પકડાયેલા આતંકવાદીઓ દ્વારા પહેલા જ દિલસુખ નગરને ટાર્ગેટ બનાવવામાં આવશે તે અંગે માહિતી આપી હતી. ગૃહમંત્રાલય દ્વારા અગાઉ પણ રાજ્યોને માહિતગાર કરવામાં આવ્યા હતા કે આર્થિક રાજધાની મુંબઇ સહિતના મેટ્રો શહેરને આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવા જાણ કરવામાં આવી હતી.

English summary
Twin bomb blasts rocked Hyderabad on Thursday evening, killing at least 13 people and injuring over 50 others. Union Home Secretary RK Singh on Thursday night had put the number of dead at 12.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more