આસામ-મિઝોરમ બોર્ડર પર બ્લાસ્ટ, પોલીસકર્મીની ધરપકડ બાદ ફરી તણાવ વધ્યો

ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ પર તણાવનો અંત આવતો જણાતો નથી. શનિવારની વહેલી સવારે બંને રાજ્યોની સરહદ પર ફરી એકવાર જોરદાર વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે.

દિસપુર : ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યો આસામ અને મિઝોરમ વચ્ચેની સરહદ પર તણાવનો અંત આવતો જણાતો નથી. શનિવારની વહેલી સવારે બંને રાજ્યોની સરહદ પર ફરી એકવાર જોરદાર વિસ્ફોટથી ખળભળાટ મચી ગયો છે.

policeman

પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ કેસમાં મિઝોરમ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ પોલીસ ચોકીની નજીક થયો હતો અને મિઝોરમ પોલીસકર્મીની ધરપકડ બાદ આસામના હૈલાકાંડી જિલ્લામાં આંતર-રાજ્ય સરહદે બંને રાજ્યો વચ્ચે ફરીથી તણાવ વધી રહ્યો છે.

હૈલાકાંડી પોલીસ અધિકારી ગૌરવ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શુક્રવાર-શનિવારની મોડી રાત્રે 1.30 કલાકની આસપાસ બૈચેરા નજીક ઓછી તીવ્રતાનો બ્લાસ્ટ થયો હતો.

કચર જિલ્લાના વિવાદિત સરહદી વિસ્તારમાં બે પડોશી ઉત્તર-પૂર્વ રાજ્યોના પોલીસ દળોની અથડામણના લગભગ ત્રણ મહિના બાદ આ ઘટના બની હતી, જેમાં આસામના છ પોલીસકર્મીઓ સહિત સાત લોકો માર્યા ગયા હતા.

ગૌરવ ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું હતું કે, અમારી પોસ્ટ એક ટેકરી પર આવેલી છે અને તેની નીચે જ બ્લાસ્ટ થયો હતો.

વિસ્ફોટ બાદ તટસ્થ કેન્દ્રીય દળોએ તરત જ વિસ્તારને ઘેરી લીધો હતો અને તપાસ શરૂ કરી હતી, એમ તેમણે જણાવ્યું હતું. શુક્રવારની સવારે મિઝોરમ પોલીસનો એક ભારતીય રિઝર્વ બટાલિયન (IRBN) જવાન આ વિસ્તારમાં ફરતો જોવા મળ્યો હતો અને ત્યાં તેની હાજરી અંગે યોગ્ય જવાબ આપી શક્યો ન હતો.

ગૌરવ ઉપાધ્યાયે કહ્યું કે, 'અમે તેને ઝડપી લઇને પૂછપરછ કરી હતી. જે દરમિયાન બ્લાસ્ટમાં તેની સંડોવણી બહાર આવી છે. અમે શનિવારના રોજ તેની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી આરોપી પોલીસકર્મીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ વિસ્ફોટ આસામ બાજુના કચુરથલ વિસ્તારમાં પુલના નિર્માણ સામે અસમ પોલીસે વાંધો ઉઠાવ્યાના બે દિવસ બાદ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X