Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેનેડાના ઓંટારિયોમાં ભારતીય રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ, 18 ઘાયલ, 3 ગંભીર

કેનેડાના ટોરેન્ટોમાં સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાતે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં લગભગ 18 લોકો ઘાયલ થયા છે. આ લોકો આ રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવ્યા હતા.

કેનેડાના ટોરેન્ટોમાં સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાં ગુરુવારે રાતે બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં લગભગ 18 લોકો ઘાયલ થયા છે. આ લોકો આ રેસ્ટોરન્ટમાં ડિનર માટે આવ્યા હતા. બ્લાસ્ટ ગુરુવારે રાતે લગભગ 10.30 વાગે થયો. આ રેસ્ટોરન્ટનું નામ બોમ્બે ભેળ રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટ મિસિસ્સાગુઆ, ઓંટારિયોમાં છે.

canada blast

ગેસ લીકને કારણે થયો બ્લાસ્ટ

બ્લાસ્ટના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી પરંતુ કહેવામાં આવી રહ્યુ છે કે ગેસ લીકને કારણે આ બ્લાસ્ટ થયો છે. કેટલાક લોકો આને માત્ર દુર્ઘટના ગણાવી રહ્યા છે. ઓંટારિયો ટોરેન્ટોના દક્ષિણમાં સ્થિત એક શહેર છે. મિસિસ્સાગુઆ, લેક ઓંટારિયો પર સ્થિત છે અને આ શહેરની વસ્તી 7,00,000 છે અને અહીં અપ્રવાસીઓ વધુ છે. આ કેનેડાની છઠ્ઠુ એવું સિટી છે જ્યાં જનસંખ્યા સૌથી વધુ છે. એક લોકલ એમ્બ્યુલન્સ સર્વિસ પીલ પૈરામેડિક્સ તરફથી કહેવામાં આવ્યુ છે કે, 'આ બ્લાસ્ટ બાદ મિસિસ્સાગુઆમાં ઘણા બધા દર્દીઓ જોવા મળ્યા છે.' ત્રણ લોકો બ્લાસ્ટને કારણે ગંભીર રીતે ઘાયલ છે બાકીને સામાન્ય ઈજાઓ થઈ છે.

સ્વાટ ટીમ ઘટનાસ્થળે

પોલિસની સ્વાટ ટીમને બ્લાસ્ટ બાદ બોલાવી લેવામાં આવી છે. આ રેસ્ટોરન્ટ શહેરના એક બિઝી પ્લાઝામાં છે જ્યાં રોજના સેંકડો લોકો આવે છે. આ બ્લાસ્ટ કેનેડામાં થયેલી આ ઘટનાના બરાબર એક મહિના પછી થયો છે જેમાં એક વેન ડ્રાઈવરે ફૂટપાથ પર ચઢી રહેલા લોકો પર વેન ચડાવી દીધી હતી. આ ઘટના ટોરેન્ટોમાં થઈ હતી. તે ઘટનામાં 10 લોકોના મોત થયા હતા અને લગભગ 14 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાને એલકે મિનાસસિયાન નામના એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો. તે ઘટના કેનાડાની સૌથી ખતરનાક ઘટનાઓમાંની એક માનવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X