'નીલમ' તોફાનઃ લાપતા તમામ ખલાસીઓના મૃતદેહો મળી આવ્યા

આ પાચેય ખલાસીઓ બુધવારે એ સમયા લાપતા થયા હતા, જ્યારે તેમની જીવનરક્ષક નાવડી ઉછાળા મારતા પાણીમાં પલટી મારી ગઇ હતી. આ નાવમાં 16 ખલાસીઓને સ્નાથીક માછીમારોએ બચાવી લીધા હતા. એક નાવીકનું એ દિવસે ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે 15 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. શીપમાં 37 ખલાસીઓ સવાર હતા.
ઘટનાની પ્રારંભિક તપાસના આદેશ ચૂકેલું જહાજરાની મહાનિદેશાલય ટૂંક સમયમાં શીપને બચાવવાનું અભિયાન શરૂ કરશે. આ શીપ મુંબઇ સ્થિત પ્રતિભા જહાજરાની કંપનીનું છે. જહાજરાની મહાનિદેશાલયે શુક્રવારે રાત્રે કહ્યું હતું કે શીપને બચાવવાની કામગીરી સાત નવેમ્બરથી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. મદ્રાસ હાઇકોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો કે આગામી આદેશ પહેલા શીપ ચેન્નઇ બંદરથી બહાર જવું ના જોઇએ.












Click it and Unblock the Notifications
