For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IGI Airport : સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાવનારો ઝડપાયો

IGI એરપોર્ટ ડીસીપી રવિ કુમાર સિંહે આ મુદ્દે માહિતી આપી હતી અને અફવા ફેલાવનારા શખ્સને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ કેસમાં અભિનવ પ્રકાશ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ગુરૂવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાનો એક કોલ મળ્યો હતો. આ કોલ મળતા ભારતના વ્યસ્ત એરપોર્ટમાંથી એક દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી સ્થિતી સર્જાઈ હતી અને તાત્કાલિક અસરથી ફ્લાઈટને ખાલી કરાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. હવે આ ઘટનામાં પોલીસે આ અફવા ફેલાવનારા શખ્સને ઝડપ્યો છે.

Bomb rumor monger

IGI એરપોર્ટ ડીસીપી રવિ કુમાર સિંહે આ મુદ્દે માહિતી આપી હતી અને અફવા ફેલાવનારા શખ્સને ઝડપી પાડ્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ કેસમાં અભિનવ પ્રકાશ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. તે બ્રિટિશ એરવેઝમાં ટ્રેની ટિકિટિંગ એજન્ટ છે. અભિનવે જ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી. જો કે પોલીસ અધિકારી દ્વારા હજુ સુધી એ જણાવાયુ નથી કે તેના આવુ કેમ કર્યું. હાલ મામલાની તપાસ માટે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

રિપોર્ટ અનુસાર, ગુરૂવારે સાંજે 6.30 વાગ્યે સ્પાઈસ જેટની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ સમયે ફ્લાઈટ ટેક ઓફ થવાની તૈયારી હતી બોર્ડિંગ ચાલુ હતું. બોમ્બની માહિતી મળતાં જ અધિકારીઓએ તરત જ બોર્ડિંગ બંધ કરી બોમ્બ સ્કવોડને બોલાવી હતી.

English summary
Bomb rumor monger caught on Spice Jet flight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X