બેંગલુરુની ઘણી સ્કૂલોમાં મળી બૉમ્બથી ઉડાવવાની ધમકી, છાત્રો અને સ્ટાફને તાકીદે કઢાયા બહાર

Bomb Threat In Benglore Schools: શુક્રવારે બેંગલુરુમાં 15થી વધુ શાળાઓને અજ્ઞાત ઈમેલ દ્વારા બૉમ્બની ધમકીઓ મળી હતી. જે બાદ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને શાળાઓમાંથી તાકીદે બહાર કાઢવામાં આવ્યા હતા.

શાળાઓને બૉમ્બથી નિશાન બનાવવાની ધમકીઓ મળતાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના અધિકારીઓમાં ગભરાટ ફેલાયો છે. પ્રથમ ધમકી નેપાળ અને બસવેશ્વર નગરની વિદ્યાશિલ્પા સહિત સાત શાળાઓને મોકલવામાં આવી છે.

Bengaluru schools

જોખમ હેઠળની એક શાળા કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારના નિવાસસ્થાનની સામે આવેલી છે. બેંગલુરુ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. હાલમાં ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો છે તે જાણવાના પ્રયાસો ચાલુ છે. શાળાઓની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બેંગલુરુ પોલીસે સુરક્ષાની તકેદારી રુપે વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળાઓમાંથી બહાર કાઢ્યા છે. આજે શાળાઓ પણ બંધ રહેશે. જોકે, પોલીસને લાગે છે કે બૉમ્બની ધમકી અફવા હોઈ શકે છે. પોલીસે બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડની મદદથી જગ્યાની સઘન તપાસ હાથ ધરી છે. તેઓએ હજુ સુધી કોઈપણ શાળામાં બૉમ્બ હોવાની પુષ્ટિ કરી નથી.

અમુક શાળાઓએ સાવચેતીના પગલા તરીકે વિદ્યાર્થીઓને ઘરે પાછા મોકલવાનું શરૂ કર્યું હતું. જે શાળાઓમાં ધમકી મળી ન હતી ત્યાંથી પણ માતાપિતા બાળકોને ઘરે લઈ આવ્યા હતા.

જે શાળાઓને ધમકીઓ મળી છે તેમાં નીવ એકેડેમી સ્કૂલ, સદાશિવનગર, ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ, બેનરઘટ્ટા, પૂર્ણપ્રજ્ઞા એજ્યુકેશન સેન્ટર, સદાશિવનગર, કાર્મેલ હાઈસ્કૂલ, બસવેશ્વરા નગર, ગ્રીનવુડ હાઈસ્કૂલ, બેનરઘટ્ટા, ઈન્વેન્ચર એકેડેમી, ડોમ્માસન્દ્રા, વિદ્યાશિલ્પ એકેડમી , યેલાહંકા, એબેનેઝર ઈન્ટરનેશનલ સ્કૂલ, હુસ્કુર, ઈલેક્ટ્રોનિક સિટી, નેશનલ એકેડેમી ફોર લર્નિંગ, બસવેશ્વરા નગર, બિલ્ડિંગ - બેંગ્લોર પ્રેસ સ્કૂલ, ચામરાજપેટ, ફ્લોરેન્સ હાઈ સ્કૂલ, બસવેશ્વરા નગર સામેલ છે.

ગયા વર્ષે બેંગલુરુની ઘણી શાળાઓને આવી જ ઈમેલ ધમકીઓ મળી હતી. પરંતુ તે તમામ અફવાઓ હોવાનું બહાર આવ્યું છે. કોઈ દુ:ખદ ઘટના બની ન હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X