For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોરમાં 7 શાળાઓને મળી બોમ્બની ધમકી, પોલીસે હાથ ધર્યું સર્ચ ઓપરેશન

કર્ણાટકના બેંગ્લોરમાં શુક્રવારની સવારે સાત શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. પોલીસ તમામ સાત શાળાઓમાં દોડી આવી હતી અને બોમ્બ સ્કવોડ કેમ્પસમાં તપાસ કરી હતી. હજૂ સુધી કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી નથી.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના બેંગ્લોરમાં શુક્રવારની સવારે સાત શાળાઓને બોમ્બની ધમકી મળી હતી. પોલીસ તમામ સાત શાળાઓમાં દોડી આવી હતી અને બોમ્બ સ્કવોડ કેમ્પસમાં તપાસ કરી હતી. હજૂ સુધી કોઈપણ શાળામાંથી વિસ્ફોટક સામગ્રી મળી નથી.

ચિંતા કરવાની કોઈ વાત નથી

ચિંતા કરવાની કોઈ વાત નથી

પોલીસના જણાવ્યા અનુસાર, ધમકીઓ એક છેતરપિંડી હોવાનું જણાય છે. જોકે, કેમ્પસમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી હતી. જે કારણે શાળાના મકાનોને કોર્ડન કરીલેવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓને ખાલી કરવામાં આવ્યા છે. ઈન્ડિયા ટુડે સાથે ખાસ વાત કરતા કર્ણાટકના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ જણાવ્યું હતું કે, ચિંતા કરવાનીકોઈ વાત નથી.

બોમ્બની ધમકી

બોમ્બની ધમકી

સવારે 11 વાગ્યાની આસપાસ ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી. ઈ મેલમાં કહેવામાં આવ્યું છે કે, કેમ્પસમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.

ઈ મેઈલમાંકહેવામાં આવ્યું છે કે, તમારી શાળામાં એક ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે, ધ્યાન આકર્ષિત કરવું એ મજાક નથી, આ કોઈ મજાક નથી, તમારીશાળામાં એક ખૂબ જ શક્તિશાળી બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે, તરત જ પોલીસ અને સેપર્સને બોલાવો, તમારા સહિત સેંકડો જીવન દુઃખી થઈ શકે છે, વિલંબ કરશોનહીં, હવે બધું ફક્ત તમારા હાથમાં છે!

શાળાઓની યાદી

1. દિલ્હી પબ્લિક સ્કૂલ, વર્થુર

2. ગોપાલન ઇન્ટરનેશનલ સ્કૂલ

3. નવી એકેડેમી શાળા

4. સેન્ટ વિન્સેન્ટ પોલ સ્કૂલ

5. ઈન્ડિયન પબ્લિક સ્કૂલ, ગોવિંદપુરા

6.એબેનેઝર ઇન્ટરનેશનલ સ્કૂલ, ઇલેક્ટ્રોનિક સિટી

English summary
Bomb Threat to 7 schools in Bangalore by mail, police conduct search operation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X