આવક કરતા વધુ મિલ્કતના કેસમાં ઉદ્ધવ ઠાકરેને રાહત, બોમ્બે હાઈકોર્ટે અરજી ફગાવી
ગૌરી ભીડેએ બોમ્બે હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી અને ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારની સંપત્તિની તપાસની માંગ કરાઈ હતી.

મુંબઈ : ઉદ્ધવ ઠાકરે પરિવારને બોમ્બે હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગૌરી ભિડે દ્વારા ઠાકરે પરિવાર વિરુદ્ધ હાઈકોર્ટમાં કરાયેલી અરજીને કોર્ટે ફગાવી દીધી છે. આ અરજીમાં તેમની પાસે બેહિસાબી સંપત્તિ હોવાનો આરોપ લગાવાયો હતો. હવે કોર્ટે ગૌરી ભીડેને 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગૌરી ભીડેએ બોમ્બે હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી અને ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારની સંપત્તિની તપાસની માંગ કરાઈ હતી. કથિત અપ્રમાણસર સંપત્તિના કિસ્સામાં જાહેર હિતની અરજી દાખલ કરી સીબીઆઈ અથવા ED દ્વારા આ બાબતની તપાસ કરાવવાની અપીલ કરાઈ હતી. હવે કોર્ટે અરજી ફગાવી દીધી છે. કોર્ટે આ મામલે અરજીકર્તાને 25 હજારનો દંડ ફટકાર્યો છે.
ગૌરી ભીડે કોર્ટમાં અરજી અંગે નક્કર પુરાવા આપવામાં નિષ્ફળ રહી છે. કોર્ટે પોતાના ચુકાદા નોંધ્યુ છે કે તેણીએ લગાવેલા આરોપોને સાબિત કરવામાં તે નિષ્ફળ રહી છે. આ પહેલા 22 નવેમ્બરે થયેલી સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. જો કે, હવે તેણે આ લડાઈને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાનું નક્કી કર્યું છે. ગૌરી ભિડે ટૂંક સમયમાં આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.












Click it and Unblock the Notifications
