For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોસ્ટન બ્લાસ્ટે અપાવી 9/11ના હુમલાની યાદ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બોસ્ટન, 16 એપ્રિલ: શ્રેણીબદ્ધ ધમાકા બાદ બોસ્ટન શહેરની સ્થિતી કંઇક એવી જ હતી. બોસ્ટનમાં થયેલા ધમાકાએ 9/11ના હુમલાની યાદોની તાજી કરી દિધી છે. ધમાકા બાદ હાલાત એકદમ ખૌફનાક હતો. ચારેયતરફ જમીન પર લોહીના રંગથી રંગાઇ ગઇ હતી. મોતના ખૌફનાક નજારામાં દરેક વ્યક્તિ મદદ માટે બૂમો પાડી રહ્યો હતો. ધમાકામાં જે લોકો બચી ગયા છે તે પણ સુરક્ષિત જગ્યા માટે આમતેમ દોડી રહ્યાં હતા. પોલીસ પણ ઇજાગ્રસ્તોને એમ્બુલન્સ દ્રારા હોસ્પિટલ લઇ જઇ રહી હતી.

બોસ્ટન પોલીસે જણાવ્યું હતું કે બે વિસ્ફોટ બોસ્ટન મેરેથોન રેસની ફિનિશ રેખા પાસે થયા હતા જ્યારે ત્રીજો વિસ્ફોટ ફિનિશ લાઇનથી ત્રણ માઇલ દૂર એક કેનેડી પ્રેસિડેન્શિયલ લાઇબ્રેરી પાસે થયો હતો. બોસ્ટન પોલીસ વિભાગના ઇડી ડેવિસે એક સંવાદતા સંમેલનમાં જણાવ્યું હતું કે આ ઘટનાનું કારણ હજુ જાણી શકાયું નથી.

બોસ્ટન ધમાકાથી એ વાત સ્પષ્ટ થઇ જાય છે કે બોમ્બને એકદમ યોજનાબદ્ધ રીતે પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. અમેરિકા સુરક્ષામાં છીંડા પાડીને બોમ્બ બ્લાસ્ટ કરનારાઓએ યોજનાબદ્ધ રીતે હુમલાને અંજામ આપ્યો છે. જો કે આ કોઇ સંગઠનનું જ કામ હોઇ શકે. પોલીસનું માનવું છે કે ધમાકા એક-બીજા સાથે જોડાયેલા છે.

blast-boston

અમેરિકી ન્યુઝ ચેનલ સીએનએનના સૂત્રોના જણાવ્યા અનુસાર બોસ્ટનમાં સિરિયલ બ્લાસ્ટ એક આતંકવાદી હુમલો હતો, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્રકાર પરિષદમાં આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો નથી. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે શું આ આતંકવાદી હુમલો હતો, તેમને કહ્યું હતું કે કોઇપણ પરિણામ પર પહોંચવું ઉતાવળ કહેવાશે. બરાક ઓબામાએ કહ્યું હતું કે તેમને ખબર નથી કે આ ધમાકા કોણે અને કેમ કરાવ્યા છે. પરંતુ ગુનેગારોને છોડવામાં નહી આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાનાં બોસ્ટોનમાં સોમવારે રાત્રે બે બોમ્બ વિસ્ફોટ થયા હતા આ વિસ્ફોટો માં ત્રણ વ્યક્તિઓ નાં મોત નીપજ્યા હતા અને 100થી વધારે લોકો ઘાયલ થયા હતા આ બોમ્બ વિસ્ફોટ રાત્રે 12.10 વાગે મેરેથોન રેસમાં થયા હતા વિસ્ફોટો જેએસકે લાઈબ્રેરીની બહાર થયા હતા.

બ્લાસ્ટના કારણોને હજુ જાણી શકાયું નથી. ઘટનાસ્થળે રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. જે સમયે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે અમેરિકામાં દિવસના 12:20 વાગ્યા હતા. આ બંને બોમ્બ બ્લાસ્ટમાં મેરોથોન સ્થળ પર થયા હતા, જ્યાં ભારે માત્રામાં લોકો હાજર હતા.

English summary
Boston blast recall 9/11 attace.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X