Video: ચીનના રાજદૂતે જારી કર્યો વીડિયો, ભારતને યાદ અપાવ્યા 2000 વર્ષના મૈત્રી સંબંધો

ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગ તરફથી એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

ભારતમાં ચીનના રાજદૂત સન વિડોંગ તરફથી એક વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તેમણે કહ્યુ કે બંને દેશો વચ્ચે કોઈ દુશ્મન નહિ પરંતુ દોસ્તીના સંબંધ છે. વિડોંગની માનીએ તો બંને દેશોના લોકો પરસ્પર દોસ્તી ઈચ્છે છે. એક પછી એક વીડિયો પોસ્ટ કરીને વિડોંગે કહ્યુ છે કે ભારત અને ચીન સીમા વિવાદ ઈતિહાસનો એક હિસ્સો છે. તેમની માનીએ તો આ મુદ્દો બહુ સંવેદનશીલ અને જટિલ છે.

china-envoy

ચીન અને ભારત ભાગીદાર

રાજદૂત સન વિડોંગે કહ્યુ, '15 જૂને પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે જે થયુ એવી સ્થિતિ બંનેમાંથી કોઈ પણ દેશે વિચાર્યુ નહોતુ. પાંચ જુલાઈએ આ મુદ્દે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજિત ડોભાલ વચ્ચે ફોન પર વાતચીત થઈ. બંને રાજનાયિકોએ સીમા પર ચાલી રહેલ ગતિરોધને ઘટાડવા માટે સંમતિ દર્શાવી હતી. વર્તમનમાં આપણા ફ્રંટલાઈન ટ્રૂપ્સ મિલિટ્રી કોર કમાંડર લેવલ પર સીમા પર ચાલી રહેલ ગતિરોધને ઘટાડવાની કોશિશમાં લાગેલા છે. ત્યારબાદ રાજદૂત વિડોંગે કહ્યુ, ગલવાન ઘાટીમાં જે કંઈ પણ થયુ તે વિશે ભારતમાં અમુક નેતાઓએ એવી વાતો કહી છે જે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં અડચણો નાખવાની છે. ચીન અને ભારત ભાગીદાર છે નહિ કે દુશ્મન, બે હજાર વર્ષોથી પણ વધુ સમયથી આપણા મૈત્રી સંબંધોનુ આદાન પ્રદાન રહ્યુ છે.'

ચીની એપ્સ પર શું બોલ્યા રાજદૂત

તેમણે વીડિયોમાં એ પણ કહ્યુ છે કે 'બંને દેશોએ કોરોના સંકટમાં મળીને લડવુ જોઈએ. તેમના મુજબ આ મુશ્કેલ સમય છે અને આપણે એકબીજાની મદદ કરવી જોઈએ. સન વિડોંગે કહ્યુ, બંને દેશ અત્યારે કોરોના જેવી મહામારી લડી રહ્યા છે. આપણે આ યુદ્ધમાં ખભેથી ખભા મિલાવીને લડવુ જોઈએ.' ભારત તરફથી ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગલવાન ઘાટી ઘટના બાદ ભારતે પ્રતિક્રિયાત્મક રીતે આ નિર્ણય લીધો. આના પર વિડોંગે કહ્યુ, 'બંને દેશ વેપારમાં છે અને ચીન દ્વારા ભારતમાં મોબાઈલ, ઘરેલુ ઉપકરણો અને પાયાના ઢાંચા તેમજ ઑટોમોબાઈલ વિનિર્માણ જેવા ઉદ્યોગોનો પ્રોત્સાહન આપવામાં આવ્યુ છે અને ઘણા બધા રોજગાર પેદા કર્યા છે. અમુક લોકો મેડ ઈન ચાઈનાને સંપૂર્ણપણે બહાર કરવા માટે ભારત-ચીન આર્થિક અને વ્યાપારિક સંબંધોનાઅલગ થવાનો ઢંઢેરો ટીપી રહ્યા છે.' રાજદૂતના જણાવ્યા મુજબ આ માત્ર ચીની કંપનીઓ જનહિ પરંતુ ગ્રાહકો માટે પણ અનુચિત છે જે ઉત્પાદન સુધી નથી પહોંચી શકતા.

ગોવા સહિત દેશના 8 રાજ્યોમાં જોરદાર વરસાદના અણસાર, IMDએ આપી ચેતવણી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X