For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર સરકારનો ચીનને ઝાટકો, 5 હજાર કરોડના 3 પ્રોજેક્ટ રોકી દીધા

મહારાષ્ટ્ર સરકારનો ચીનને ઝાટકો, 5 હજાર કરોડના 3 પ્રોજેક્ટ રોકી દીધા

|
Google Oneindia Gujarati News

મુંબઇઃ સીમા પર ભારત-ચીન વચ્ચેના તણાવની અસર આખા દેશમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકલ સ્તરે ચીનના સામાનના બહિષ્કારની માંગ તેજ થઇ ગઇ છે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ચીનને આર્થિક ઝાટકા આપી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકારે ચીનના ત્રણ પ્રોજેક્ટ્સને રોકી દીધા છે. આ કરાર 5000 કરોડની પરિયોજનાઓ સાથે જોડાયેલ હતા અને હાલમાં જ 'મેગનેટિક મહારાષ્ટ્ર 2.0 ઇન્વેસ્ટર' સમિટ દરમિયાન થયા હતા. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે આ ફેસલો કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીની કંપનીઓ સાથે કોઇ એગ્રીમેન્ટ કરવામાં ના આવે. જણાવી દઇએ કે હાલમાં જ હરિયાણાની સરકારે પણ પાવર પ્રોજેક્ટથી ચીન કંપનીઓના ટેન્ડરને કેંસલ કરી નવા ટેંડર જાહેર કરવાના નિર્દેશ આપી દેવાયા છે.

આ પ્રોજેક્ટ ફ્રીઝ થયા

આ પ્રોજેક્ટ ફ્રીઝ થયા

સાઇન પ્રોજેક્ટમાં પહેલો ગ્રેટ વૉલ મોટર્સનો હતો. 3770 કરોડના આ પ્રોજેક્ટમાં પુણે પાસે ઑટોમોબાઇલ પ્લાન્ટ લાગવાનો હતો. બીજો પ્રોજેક્ટ પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલિટી અે ફોટોનનો હતો. જેમાં 1 હજાર કરોડ રૂપિયામાં યૂનિટ લગાવવાની હતી. ત્રીજો પ્રોજેક્ટ હિંગલી એન્જીનિયરિંગનો હતો. જેમાં 250 કરોડનું રોકાણ હતું.

મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 પ્રોજેક્ટ અર્થવ્યવસ્થાને સુધારવા માટે

મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 પ્રોજેક્ટ અર્થવ્યવસ્થાને સુધારવા માટે

જણાવી દઇએ કે મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 અંતર્ગત રાજ્ય સરકારે અર્થવ્યવસ્થાને ઉભારવાની યોજના બનાવી છે. જેમાં સરકારે 12 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં સિંગાપુર, દક્ષિણ કોરિયા, અમેરિકાની સાથે જ ભારતની કંપનીઓના કરાર પણ સામેલ હતા. ચીનની કંપનીઓના કરાર રોક્યા બાદ રાજ્ય સરકાર હવે બાકી 9 કરારો પર સક્રિયતાથી કામ કરી રહી છે.

રેલવેએ પણ પ્રોજેક્ટ પાછા ખેંચ્યા

રેલવેએ પણ પ્રોજેક્ટ પાછા ખેંચ્યા

ઉલ્લેખનીય છે કે અગાઉ બીએસએનએલ અને રેલવેએ ચીનને ઝાટકો આપ્યો છે. ગલવાનમાં થયેલ ઘટના બાદ રેલવેએ ચીની કંપનીનો 417 કરોડ રૂપિયાનો ઠેકો રદ્દ કરી દીધો હતો. જ્યારે BSNLએ પણ આ દિશામાં પગલાં ઉઠાવતાં પોતાનું ટેંડર રદ્દ કર્યું હતું.

કચ્છમાંથી ચરસના 375 પેકેટ ઝડપાયાં, કરોડોમાં છે કિંમતકચ્છમાંથી ચરસના 375 પેકેટ ઝડપાયાં, કરોડોમાં છે કિંમત

English summary
Boycott China! Govt Freezes 3 Chinese Projects Worth Rs 5000 Cr.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X